હવામાન:ચરોતરમાં ભારે વરસાદ, વિજળી પડતાં એકનું મોત

નડિયાદ, આણંદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નડિયાદ અને પેટલાદમાં 30 કિમીની ઝડપે પવન ફૂંકાતા વૃક્ષો અને હોર્ડિંગ્સ ધરાશાયી
  • કપડવંજમાં​​​​​​​ ભારે પવનના કારણે 7 વીજ પોલ ધરાશાયી ઃ એકને વીજકરંટ લાગતાં ઈજાગ્રસ્ત

ચરોતરના નડિયાદ અને આણંદ શહેરમાં સાંજના પાંચ વાગ્યાબાદ વાવાઝોડા સાથે વરસાદ તુટી પડયો હતો. આણંદ જિલ્લામાં પેટલાદ તાલુકામાં પોણા બે ઇંચ વરસાદની વચ્ચે વિશ્નોલી ગામે વિજળી પડતાં આધેડનું મોત નિપજ્યું હતું. જેમાં નડિયાદમાં માત્ર બે કલાકમાં 2 ઇંચ વરસાદ વરસતા શહેરના ચારે ગરનાળા સહિત નીંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. કપડવંજ અને કઠલાલ પંથકમાં વાવાઝોળા પગલે 7 વીજપોલ અને વૃક્ષો ધરાશય થયા હતા. જેના કારણે વીજળી ડુલ થવાની ફરિયાદો ઉઠવા પામી હતી. કપડવંજમાં રહેતા મનુભાઇ ઝાલાને વીજ કરંટ લાગતાં ગંભીર રીતે દાઝી ગયો હતો.

ખેડા જિલ્લાના વાતાવરણમાં શનિવારે સાંજે અચાનક પલટો આવ્યો હતો. સાંજના સમયે કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ જતા સમી સાંજે 5 વાગ્યે રાતના 7.30 જેવો માહોલ બની ગયો હતો. જેના કારણે રોડ પરથી પસાર થતા વાહનોને લાઈટો ચાલુ કરવાની ફરજ પડી હતી. સાંજે 5 વાગ્યાની આસપાસ શરૂ થયેલ વરસાદ નડિયાદ શહેરમાં 2 ઈંચ, કઠલાલમાં 1.5 ઇંચ, મહુધા, મહેમદાવાદ, અને વસો પંથકમાં 1 ઇંચ, જ્યારે માતર, ઠાસરા, ગળતેશ્વર અને કપડવંજ પંથકમાં સામાન્ય વરસાદી ઝાપટા પડ્યા હતા.

ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ થતા જ નડિયાદ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના શરૂ થઈ ગયા હતા. જોકે અચાનક શરૂ થયેલા વરસાદને કારણે વાહન ચાલકોને ભીંજાવાનો વારો આવ્યો હતો. કપડવંજ પંથકમાં પવન અને વાવાઝોડાને કારણે 7 વીજ પોલ ધરાસાઈ થયા હતા. જેના કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં લાઈટ ડૂલ થઈ ગઈ હતી. વીજ વિભાગ દ્વારા હાલ પોલ રીપેરીંગ માટે કાર્યવાહી શરૂ કરી છે.આણંદ જિલ્લામાં શનિવારે બપોરે બે વાગ્યાબાદ પેટલાદ પંથકમાં ગાજવીજ સાથે વરસાદ પડયો હતો. સતત 1 કલાક સુધી વરસાદ વરસતાં પોણા બે ઇંચ ખાબક્યો હતો.

પેટલાદ તાલુકાના વિશ્નોલી, અરડી, પોરડા અને બાંધણીમાં વિજળી ત્રાટકી
આણંદ જિલ્લાના પેટલાદ તાલુકામાં શનિવાર બપોરે 4 કલાક બાદ અચાનકજ વાતાવરણ બદલાયુ હતું.ભારે વાવોઝોડા ગાજવીંજ વચ્ચે ભારે વરસાદ વરસ્યો હતો. પેટલાદ તાલુકાના વિશ્નોલી ગામે વીજળી ત્રાકટતાં આધેડનું મોત થયું છે. જયારે બાંધણી ચોકડી, અરડી અને પોરડાના સીમ વિસ્તારમાં ઘડકા સાથે વીજળી પડતાં જમીનમાં ખાડા પડી ગયા હતા. વિશ્નોલી ગામે રહેતા મંગળબાઇ ભુપતભાઇ ઠાકોર(ઉ.વ.47) સાંજના સમયે સોમાદિયા સીમમાં ખેતરમાં કામ કરી રહ્યાં હતાં.

ત્યારે ગાજવીજ વરસાદ વરસતાં તેઓ એક ઝાળ નીચે બેઠા હતા.તે સમયે આકાશમાં ધડાકા ભેર વીજળી ત્રાટકીને ઝાળની ડાળીઓને ફાળીને જમીન પડતાં મંગળભાઇ 30 ફૂટ જેટલા ઉછળીને જમીન પર પટકાતાં તેઓને ગંભીર ઇજાઓ થતાં સ્થળ પર મોત નિપજયું હતું. જયારે પોરડા, અરડી અન બાંધણી ચોકડી પાસે ધડાકા સાથે વીજળી પડતાં લોકો ગભરાઇ ગયા હતા. જે જગ્યાએ વીજળીપડી હતી. મોટા ગાબડા પડી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...