હડતાલનો અંત:ગુજરાત બ્લેક ટ્રેપ ક્વોરી એસોસિએશનની હડતાલ 17 દિવસ બાદ સમેટાઈ, 5૦૦૦ થી વધુ ટ્રકનું ટ્રેડિંગ બુધવારથી શરૂ થતા હાશકારો

સેવાલિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેડા, પંચમહાલ, વડોદરા જિલ્લાની 18૦ થી વધારે ક્વોરી ફરી કામે લાગતા 2૦ હજારથી વધુ પરિવાર કામમાં જોતરાશે

ગુજરાત બ્લેક સ્ટોન ક્વોરી એસોસિએશનના ક્વોરી માલિકોની છેલ્લા 17 દિવસથી 17 મુદ્દાઓ લઈ સમગ્ર ગુજરાતની ક્વોરી ઉદ્યોગને બંધ રાખવામાં આવ્યો હતો. મંગળવારના રોજ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી અને કમિશન દ્વારા સરકારને લગતા મુદ્દાઓનું લેખિતમાં સમાધાન થતા આજથી ક્વોરી ઉદ્યોગ ફરીથી ધમધમશે.

ગુજરાત બ્લેક સ્ટોન ક્વોરી એસોસિએશનના ક્વોરી માલિકોની છેલ્લા 17 દિવસથી 17 મુદ્દાઓ લઈ સમગ્ર ગુજરાતની ક્વોરી ઉદ્યોગને બંધ રાખવામાં આવ્યો હતો. મંગળવારના રોજ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી અને કમિશન દ્વારા સરકારને લગતા મુદ્દાઓનું લેખિતમાં સમાધાન થતા આજથી ક્વોરી ઉદ્યોગ ફરીથી ધમધમશે. ક્વોરી ઉદ્યોગની હડતાળને લઈ ટ્રકના માલિકો, ટ્રકના ડ્રાઈવર ક્વોરીમાં કામ કરતા અલગ અલગ વિભાગના કામદારો અને ઓફિસવર્ક સાથે જોડાયેલા 2૦ હજારથી વધારે પરિવારોને રોજગારી બંધ થતાં હાલત કફોડી બની હતી. જેથી હડતાલનો અંત આવતા તેઓએ હાશકારો અનુભવ્યો હતો.

ક્વોરી માલિક 1 મેના ગુજરાત સ્થાપના દિવસથી હડતાલમાં જોડાયા હતા. જેથી રોજગારી સાથે સરકારને દરરોજનું રોયલ્ટી સાથે કરવેરો, જીએસટી, ટોલ ટેક્સ સાથે દિવસના કરોડો રૂપિયાનું નુકશાન થયું હતું. સાથે નેશનલ હાઇવે, મેટ્રો ટ્રેન, બુલેટ ટ્રેન અને સરકારના ચાલતા વિકાસના કામોમાં રોક લાગી હતી. જેથી થોડા દિવસ બાદ ચોમાસાની સિઝન પણ શરૂ થવાની છે. ત્યારે 17 દિવસની ક્વોરી હડતાલથી ઘણા મોટા કામોના લોકાર્પણ નજીક હોવા છતા કામ ઠપ થઈ ગયા હતા. ક્વોરી માલિકોના 17 મુદ્દામાંથી 7 મુખ્ય મુદ્દાનું વહેલી તકે નિરાકરણ લાવવા ભૂસ્તર વિભાગ અને ખનીજ અધિકારીઓએ આ મિટિંગમાં ગાંધીનગર ખાતે હાજર રહ્યા હતા.

મુખ્ય મુદ્દાઓ: - અમારા મુખ્ય સાત પ્રશ્નો છે, તેમા ખાડા માપણી, ક્વોરી ઝોન, ઇસી માઇનિંગ, ખનીજ કિંમત જે 350 છે તેના 50 કરવાનો મુદ્દો, લીઝ આપવાનો મુદ્દો, આરટીઓ અને ખાણ ખનીજ સાથેનું જોડાણ છૂટું કરવાનું મુદ્દો, ડસ્ટ ઉપયોગમાં લેવાનો મુદ્દો જેવા ઉત્તમ કુલ 17 મુદ્દાઓનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...