કાયદેસરની કાર્યવાહી:મહેમદાવાદ સણસોલી સીમમાં ગમખ્વાર અકસ્માત,1નું મોત

નડિયાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોડ ક્રોસ કરી રહેલા ઇસમને અજાણ્યા વાહને અડફેટે મારતા બનાવ સ્થળે મોત

મહેમદાવાદ સણસોલી સીમમાં આવેલ અન્નપૂર્ણા ગૌશાળા પાસે અકસ્માત સર્જાયો હતો. રોડ ક્રોસ કરી રહેલા 40 વર્ષીય પુરૂષને અજાણ્યા વાહન ચાલકે અડફેટે મારતા ગંભીર રીતે ઘવાયેલા પુરૂષનુ બનાવ સ્થળે મોત નિપજયુ હતુ. આ અંગે રતિલાલ છગનભાઈ પરમારની ફરિયાદના આધારે સ્થાનિક પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર મહેમદાવાદ સણસોલી પૂનમપુરા પાટીયા પાસે રહેતા રતિલાલ પરમાર વજનકાંટા ઉપર નોકરી કરી ગુજરાન ચલાવે છે.

બુધવારની બપોરે તેનો ભત્રીજો ઇશ્વરભાઇ ઉં.40 સણસોલી સીમના અન્નપૂર્ણા ગૌશાળા સામે રોડ ક્રોસ કરી રહ્યા હતા તે સમયે અજાણ્યા વાહન ચાલકે તેનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી ઇશ્વરભાઇ અડફેટે મારતા તેને શરીરે ગંભીર ઇજા પહોંચતા તેમનું બનાવ સ્થળે મોત નિપજયુ હતુ. ત્યારે અજાણ્યો વાહન ચાલક બનાવના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.રતિલાલ છગનભાઇ પરમારની ફરિયાદ આધારે મહેમદાવાદ પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.

અન્ય સમાચારો પણ છે...