સેવાલીયા ખાતે મેઇન બજારમાં ખાતરના ત્રણ ડેપો આવેલા છે. પરંતુ છેલ્લા પંદર દિવસથી ખાતર ન જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો હતો. ખાતર ન મળતા 34 ગામોના ખેડૂતોઅે ઘઉં અને તમાકુના તૈયાર કરેલો પાક બગડવાની ભીતિ ઊભી થઇ હતી.
ગળતેશ્વર તાલુકામાં 34 ગામો આવેલા છે. તમામ ગામો મોટા ભાગે ખેતી સાથે સંકળાયેલા હોઇ તાલુકાના ખેડૂતો છેલ્લા 15 દિવસથી સવારથી ખાતરની શોધમાં લાગી જાય છે. જેથી તેમનો તૈયાર કરેલો પાક નિષ્ફળ ન જાય. તાલુકાના બજારમાં ખાતરના ત્રણ ડેપો હોવા છતા જગતનો તાત કહેવાતો ખેડૂત નાણાં અને સમય બગાડી વીલા મોઢે પરત ફર્યા હતા. હાલ સિઝનનો તૈયાર કરેલો પાક ખાતર વગર બગડી રહ્યો છે ત્યારે ઘઉં, તમાકુ અને દિવેલાનો તૈયાર કરેલ પાકને ખાતરની જરૂરિયાત હોઇ તંત્ર દ્વારા સેવાલીયા ખાતે ખાતરની વ્યવસ્થા વહેલીતકે કરવામાં આવી તેવી તાલુકાના ખેડૂતોએ માંગ કરી હતી.
3 દિવસથી ખાતર જ નથી : ડેપો મેનેજર
આ બાબતે ખાતર ડેપો મેનેજરના જણાવ્યા મુજબ છેલ્લા 3 દિવસથી ખાતર ડેપોમાં ખાતર નથી. રોજના 100 થી વધુ ખેડુતો ખાતર લેવા માટે આવતા હોય છે, પણ ખાતર ન હોવાથી પરત ફરે છે.
ડેપો જઇએ ત્યારે બે દિવસમાં આવી જશે તેમ કહે છે
છેલ્લા 15 દિવસથી ખાતરની અછત વર્તાઈ રહી છે. હાલ તૈયાર કરેલા પાક માટે ખાતરની જરૂરિયાત છે ત્યારે ખાતર માટે વિલા મોઢે પરત ફરવું પડે છે. જ્યારે પણ ડેપો પર જઈએ ત્યારે બે દિવસમાં આવી જશે ત્યારે તપાસ કરજોનો જવાબ મળે છે. > પ્રવિણભાઈ, ખેડૂત.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.