આક્ષેપ:ખેડાના મંગલ પાર્ક બહાર ચૂંટણી બહિષ્કારના બેનર

ખેડા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 20 વર્ષથી વિકાસના કામો ન થયાનો આક્ષેપ

ખેડા નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 4 માં મંગલ પાર્ક સોસાયટીના રહીશો આગામી વિધાનસભાની ચૂંટણીમાં મતદાન નહીં કરવાની ચીમકી ઉચ્ચારી હતી. તથા સોસાયટીના રહિશોએ ભેગા થઇને સોસાયટીની બહાર ચૂંટણી બહિષ્કાર, અને નેતાઓએ મત લેવા આવવું નહિના બેનર લગાવ્યા હતા. મંગલપાર્ક સોસાયટીમાં છેલ્લા 20 વર્ષથી રહીએ છે. સોસાયટી બની ત્યારથી આજ દિન સુધી અવરજવર માટે રસ્તો નથી બનાવવામાં આવ્યો.

પાણી પણ જરૂરિયાત મુજબ આવતું નથી. ઉપરાંત સ્ટ્રીટ લાઈટો પણ સોસાયટીના રહીશોએ પોતાના ખર્ચે નખાવી હોવાનું જણાવ્યું હતું. રસ્તો ન હોવાને કારણે ચોમાસા દરમ્યાન અવરજવરમાં પરેશાન થવાની વારી આવી હતી. આ બાબતે પાલિકામાં વારંવાર રજૂઆત કરતા આજ દિન સુધી રજૂઆત ધ્યાનમાં લેવામાં આવી ન હતી. જેને લઇ સોસાયટીના રહીશોએ ચર્ચા વિચારણા કરીને જ્યા સુધી પ્રાથમિક સુવિધાઓ નહીં મળે ત્યાં સુધી વિધાનસભાની ચૂંટણીમાં મતદાન ન કરવાનું નક્કી કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...