કાર્યક્રમ:ખેડામાં રાજપૂત કરણી સેનાની એકતા યાત્રાનું સ્વાગત કરાયું

ખેડા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત સ્થાપના દિવસે માતાના મઢ કચ્છથી શરૂ થઇ હતી

રાજપૂત કરણી સેના દ્વારા ગુજરાત સ્થાપના દિવસે માતાના મઢ કચ્છથી શરૂ કરેલ એકતા યાત્રા શનિવારે સવારે ખેડા જિલ્લામાં સૌ પ્રથમ ખેડા ખાતે આવી પહોંચી હતી. જેમાં ખેડા હાઇવે ચોકડી ઉપર આવેલ મહારાણા પ્રતાપ સર્કલે એકતા યાત્રાનું રાજપૂત સમાજના આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

એકતા યાત્રામાં જોડાયેલા રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ જે. પી જાડેજા દ્વારા મહારાણા પ્રતાપની પ્રતિમાને ફુલહાર અર્પણ કર્યા હતા. યાત્રા મહારાણા પ્રતાપથી ખેડામાં સરદાર માર્કેટ થઈને વીર ભગતસિંહ ચોક ખાતે આવી પહોંચી હતી. જ્યાં વીરભગત સિંહ ચોક ખાતે નાની સભા યોજી હતી ત્યાંથી યાત્રા આણંદ જવા માટે રવાના થઇ હતી.

એકતા યાત્રામાં ખેડા જિલ્લાના કરણી સેનાના હરપાલસિંહ જાડેજા, હિન્દૂ જાગરણ મંચના સંગઠન મંત્રી કલ્પેશસિંહ વાઘેલા, ખેડા શહેર ભાજપ પ્રમુખ કિશોરસિંહ ઝાલા સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...