• Gujarati News
  • Local
  • Gujarat
  • Kheda
  • Divyang Youth From Pahad Village Of Kathalal Won A Gold Medal In Long Jump By Participating In A Sports Competition Held Across Seven Seas.

ગૌરવ:કઠલાલના પહાડ ગામના દિવ્યાંગ યુવકે સાત સમુંદર પાર યોજાયેલી રમત-ગમત સ્પર્ધામાં ભાગ લઈ લાંબી કુદમાં ગોલ્ડ મેડલ મેળવ્યો

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિવ્યાંગ યુવકે એશિયન ગેમમા ભાગ લેવા ઈચ્છા બતાવી

ગુજરાત રમતગમત ક્ષેત્રે આગળ વધી રહ્યું છે. સરકારના ખેલ મહાકુંભ અંતર્ગત અનેક લોકોની રમતગમત ક્ષેત્રે કૌશલ્ય શક્તિ બહાર આવી રહી છે. આ વચ્ચે કઠલાલના પહાડ ગામના દિવ્યાંગ યુવકે ઈન્ટરનેશનલ કક્ષાએ યોજાયેલી લાંબી કૂદની સ્પર્ધામાં ભાગ લઈ મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આ યુવકે આ રમતમાં ગોલ્ડ મેડલ મેળવી પોતાના ગામ સહિત જિલ્લા, રાજ્ય અને દેશનું નામ રોશન કર્યું છે.

કઠલાલ તાલુકાના ખોબા જેવડા ગામ પહાડ ગામ ખાતે રહેતા 22 વર્ષીય જગદીશભાઈ શાંતિલાલ પરમારે બીએનો અભ્યાસ કર્યો છે. તેઓ બંને આંખે દિવ્યાંગ છે. જગદીશભાઈને નાનપણથી જ રમત-ગમતમાં શોખ હતો. તેમની મન ગમતી રમત લાંબી કુદ છે અને તેથી તેઓ આ રમતમાં પહેલેથી જ નિપુણતા ધરાવતા હતા. જગદીશભાઈએ વર્ષ 2016થી જ વિવિધ જગ્યા ઉપર યોજાતી આ રમતમાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું.

જગદીશભાઇ પરમારે અગાઉ લાંબી કૂદમાં જયપુર, બેંગ્લોર, હરિયાણા, દિલ્હી જેવા શહેરોમાં ભાગ લઈ સારુ પર્ફોમન્સ બતાવ્યુ છે અને તેઓને આમાંથી ચાર ગોલ્ડ મેડલ અને એક સિલ્વર મેડલ લાંબી કૂદમાં હાંસલ કર્યો છે. આ સિવાય ગુજરાત અને સ્ટેટ લેવલે પણ તેઓએ આ રમતમાં સર્ટીફીકેટ હાંસલ કર્યા છે.

તાજેતરમાં અમેરિકાના એરિઝોનામાં ઇન્ટરનેશનલ રમતની સ્પર્ધા યોજાઇ હતી. જેમાં લાંબી કુદ રમતમાં જગદીશભાઇ પરમારે ભાગ લીધો હતો. આ રમતમાં અન્ય દેશોના લોકોના રમતવીરોએ ભાગ લીધો હતો. લાંબી કૂદ માં જગદીશભાઇ પરમારે દિવ્યાંગ હોવા છતાં 15 ફૂટનો લાંબો જંપ કરી રમતમાં વિજય હાંસલ કર્યો છે. આથી તેઓએ આ રમતમાં ગોલ્ડ મેડલ હાસિલ કર્યું છે.

સ્પર્ધામાં અવ્વલ આવેલા જગદીશભાઇ પરમારે જણાવ્યું હતું કે તેઓને આ રમતમાં સરકારે વધુ પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. વધુમાં તેઓ પોતાના અનુભવો સેર કરતા જણાવ્યું હતું કે ત્રણ દિવસની સ્પર્ધામાં તેઓ પરદેશમાં એક સપ્તાહ સુધી રોકાયા હતા. તેઓએ એશિયન ગેમમાં આ રમતમાં ભાગ લેવા ઈચ્છા બતાવી છે. આ જ્વલંત સિદ્ધિ હાંસલ કરતા લોકોએ તેમને અભિનંદન પાઠવ્યા છે.

જગદીશભાઈ એના પિતાએ જણાવ્યું છે કે તેઓએ પોતાના દીકરાને પેટે પાટા બાંધી પણ આવ્યું છે અને તે પહેલેથી જ લાંબી કુદ રમતમા ભાગ લેતો હતો તાજેતરમાં અમેરિકા સ્થિત યોજાયેલ ઈન્ટરનેશનલ લાંબી કુદ સ્પર્ધામાં તેઓએ પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. જે બાબત ગૌરવવંતી છે.

અન્ય સમાચારો પણ છે...