અસ્થિ વિસર્જન:આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીની અસ્થિનું વાત્રકમાં વિસર્જન

ખેડા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગંગા, ભાગીરથી સહિત વિદેશની નદીઓમાં અસ્થિ વિસર્જન

સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ અંતર્ગત સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાનના સાર્વભૌમ નાદવંશીય ગુરુ પરંપરાના પંચમ વારસદાર વિશ્વવાત્સલ્યમહોદધિ આચાર્ય સ્વામીજી મહારાજ ખેડામાં પરિવ્રાજક સમ સત્સંગ વિચરણ કરીને હજારો હરિભક્તો પર સંસ્કાર વર્ષા કરીને સત્સંગની હરિયાળી પાથરી હતી.

ભાદરવા સુદ પૂનમના પવિત્ર દિવસે અષ્ટોત્તર શતનામ જનમંગલના નામોચ્ચાર સહ પૂજન અર્ચન સુસંપન્ન થયા બાદ પરમ પવિત્ર પુણ્યસલીલા વાત્રક નદીમાં વિશ્વવાત્સલ્યમહોદધિ આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસ સ્વામીમહારાજનાં પવિત્ર અસ્થિ સુમન પુષ્પોનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

આ અવસરે જિલ્લાના મોટા દેદરડાથી વહેતી વાત્રક નદીના કાંઠે પ્રાર્થના સભા રાખવામાં આવી હતી. વેદ રત્ન આચાર્ય સ્વામી મહારાજનું અસ્થિ વિસર્જન ચાણોદ, સાબરમતી નદી, મહીસાગર નદી કડાણા ડેમ, પુણ્યસલીલા ભાગીરથી ગંગા નદી, માંડવી સમુદ્ર, થેમ્સ રીવર લંડન, લેઈક ડિસ્ટ્રિક્ટ યુકે, મોમ્બાસા હિન્દ મહાસાગર, આફ્રિકા અને સ્વાન રીવર, પર્થ ઓસ્ટ્રેલિયા, નાયગ્રા કેનેડા, હડસન રીવર અમેરિકા વગેરેમાં કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...