માતર માછીયેલ રોડ ઉપર આવેલ જી આઇ ડી સી માં પેપર રોલના બંધ ગોડાઉનમાં 19 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. નડિયાદ, ખેડા, માતર, અમદાવાદ આણંદ અને વિદ્યાનગરના 10 જેટલા ફાયર ફાયટરોએ સતત પાણીનો મારી ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે અાખુ ગોઢાઉન જમીન દોસ્ત થઇ ગયું હતું.
માતર માછીયેલ રોડ ઉપર આવેલ જી આઇ ડી સી માં પેપર રોલના બંધ ગોડાઉનમાં શુક્રવારે બપોરના સમયે આકસ્મિક આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી હતી. જે આગ કેટલી ભયંકર લાગી હતી કે જે શનિવારે સાંજે છ વાગ્યાના અરસામાં એટલે કે આશરે 19 કલાક બાદ આગ પર કાબુ મેળવાયો હતો.
જેમાં 10 થી વધુ ફાયર ફાયટરોની ભારે જહેમત અને પાંચ લાખ લિટર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગ ઓલવવાની સાથે જ પેપર રોલનું અાખુ ગોડાઉન જમીન દોસ્ત થયુ હતું. આ સમગ્ર બનાવમાં પેપરના ગોડાઉનમાં ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો હતો. તેને લઈને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.