રાત્રીના સમયે ડ્રોન દેખાતા ભયનો માહોલ:ખેડાના પરસાંતજ અને માતરના સંધાણામાં ડ્રોન દેખાતાં કૂતુહલ

ખેડા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાતના 9થી સવારે 4 સુધીમાં 6 જેટલા ડ્રોન દેખાતાં ભય

ખેડા અને માતરના ગામમાં રાત્રીના સમયે ડ્રોન દેખાતા ભયનો માહોલ સર્જાયો છે. 9 વાગ્યાની આસપાસ છ જેટલા ડ્રોન ઉડતા જોવા મળ્યા હતા. સ્થાનિકો દ્વારા તંત્ર આ બાબતે તપાસ કરે તેવી માંગણી કરવામાં આવી હતી.

ખેડા જિલ્લામાં છેલ્લા ઘણા દિવસ થી રાત્રીના સમયે ગામડાઓમાં ડ્રોન ઉડી રહયા છે. તાલુકાના પરસાંતજ અને માતરના સંધાણામાં ગત મોડી સાંજે ડ્રોન ઉડતા ગામ લોકોના ટોળે ટોળા ગામમાં ઉમટી પડયા હતા. આ બાબતે પરસાંતજ ગામના આગેવાન રમણભાઈ ગોહેલએ જણાવ્યું હતું કે ગત સોમવારે સાંજે 9 વાગ્યાની આજુ બાજુના સમયે અમારા ગામમાં એકાએક પાંચ થી છ જેટલા ડ્રોન ઉડતા દેખાયા હતા. જે સવારે 4 વાગ્યા સુધી ઉડ્યા હતા. એક નજરે જોતા એવું લાગે છે કે આ ડ્રોનની રેન્જ બહુ છે.

ગામના લોકો દ્વારા આજુબાજુ સિમ વિસ્તારમાં અને ગામમાં તપાસ કરાતા કોઇ માહિતી ઉપલબ્ધ થઇ નહોતી. જેના કારણે ગામ લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. સ્થાનિક તંત્ર દ્વારા આ બાબતે તાત્કાલિક તપાસ કરવામાં આવે એવી ગામ લોકોની માંગણી છે. જો કે પોલીસ દ્વારા આવી ખોટી અફવાઓથી દૂર રહેવા જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...