અરજદાર દ્વારા આક્ષેપ:ખેડા ટાઉનના કોન્સ્ટેબલની બે વાર માત્ર કાગળ પર જ બદલી

ખેડા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજકીય દબાણ ઉભું કરી બદલી રોકાઇ દેવાનો આક્ષેપ
  • ચૂંટણી ટાણે મહેમદાવાદ બદલી કરાઇ પણ ખેડા ટાઉનમાં ફરજ બજાવી

ખેડા પોલીસ મથકે જાગૃત નાગરિક દ્વારા ખેડા ટાઉન પોલીસ ખાતે પોલીસ કર્મી અને વહીવટદાર તરીકે ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ પરેશભાઈ બારોટ વિરુદ્ધમાં અરજી કરવામાં આવી હતી. જેમાં પોલીસકર્મી પર અલગ અલગ આક્ષેપ લગાવવામાં આવ્યા હતા. જેમાં વહેપારીની જમીનનો દસ્તાવેજ મળતીયાના નામે કરવાનો અને બદલી કરાઈ હોવા છતા રાજકીય દબાણ ઉભુ કરી બદલી રોકાઇ દેવાનો આક્ષેપ અરજદાર દ્વારા કરવામાં આવ્યો હતો.

ખેડા ટાઉનમાં પોલીસ કર્મી અને વહીવટદાર તરીકે ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ પરેશભાઈ બારોટ કોરોના કાળમાં ખેડા ટાઉનમાં આવ્યા હતા. જેમની છેલ્લા ત્રણ વર્ષમાં બે વાર કારણોસર જિલ્લામાં અલગ અલગ પોલીસ મથકે બદલી કરવામાં આવી હોવા થતા તેની અસર માત્ર કાગળ પર જ જોવા મળી હોવાનો અરજદાર દ્વારા આક્ષેપ કરાયો હતો. દોઢ વર્ષ પહેલાં પોલીસકર્મીની કોઈ કારણોસર સેવાલીયા ખાતે બદલી કરાઈ હતી પણ રાજકીય દબાણ ઉભું કરીને બદલી રોકાઈ દેવામાં હતી. વિધાનસભાના ઇલેક્શન પહેલા તેમની બદલી મહેમદાવાદ ખાતે કરાઈ હતી.

પરંતુ ત્યાં હાજર થયા ન હોઇ વિધાનસભા દરમ્યાન ખેડા ટાઉનમાં જ ફરજ બજાવી હતી. જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લાના 16 જેટલા પોલીસ કર્મીઓનો તા.25 જાન્યુઆરીના રોજ બદલીનો હુકમ કરાયો હતો. જેમાં પરેશભાઈ બારોટની મહેમદાવાદથી ખેડા ટાઉનમાં પાછી બદલી કરાઈ હતી. પોલીસ કોન્સ્ટેબલ છેલ્લા ઘણા સમય થી રાજકીય વર્ગ ધરાવતા મોટા લોકોના અંગત સંપર્કમાં હોવાથી બદલી માત્ર કાગળ ઉપર જ જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...