પરિણીતા પર અત્યાચાર:કપડવંજના કોહયાજીના મુવાડીની પરિણીતા પર સાસરિયાઓએ ત્રાસ ગુજારતા ફરિયાદ

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પીડિતાના કૂખે સંતાનનો જન્મ ન થતાં સાસરિયાના લોકો ત્રાસ ગુજારતા હતા

કપડવંજ તાલુકાના કોહાજીની મુવાડી ખાતે રહેતી પરિણીતાએ પોતાના સાસરીયા સામે ફરિયાદ નોંધાવી છે. પીડિતાના કૂખે સંતાનનો જન્મ ન થતાં સાસરિયાના લોકો ત્રાસ ગુજારતા હોવાથી કંટાળેલી પરિણીતાએ પોલીસના દ્વાર ખખડાવ્યા છે. આ બનાવ સંદર્ભે કપડવંજ ગ્રામ્ય પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના ફેલસાણી ગામે રહેતી 22 વર્ષિય‌ યુવતીના લગ્ન વર્ષ 2020માં કપડવંજ તાલુકાના કોહયાજીના મુવાડી તાબેના માલઈટાડી ગામે રહેતા યુવક સાથે થયા હતા. લગ્ન બાદ યુવતી પોતાના સાસરે આવી હતી. આ દરમિયાન પરિણીતાના સાસુ અને સસરા તેણીની સાથે અવારનવાર ઝઘડો કરી મહેણાં ટોણાં મારી તેમજ શારિરીક માનસિક ત્રાસ આપતા હતા અને જણાવતા હતા કે તારે સંતાન થતુ નથી તેવા વાંક ગુના કાઢતા હતા.

બીજી બાજુ પીડિતાનો પતિ પણ પોતાની પત્ની પર ખોટા વહેમ રાખી તેણીની સાથે ઝઘડો કરતો હતો. ઉપરાંત બીજી પત્ની લઈ આવીશ તેવી ધમકી આપતો હતો. આથી કંટાળેલી પરિણીતાએ પોતાના પતિ, સસરા અને સાસુ (તમામ રહે. કોહયાજીની મુવાડી, માલઇટાડી, તા.કપડવંજ) સામે કપડવંજ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...