વિકાસ કામો:નડિયાદમાં દેવીપૂજક સમાજના સ્મશાનના વિકાસના કામોના ખાતમુહૂર્ત હાથ ધરાયા

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કમ્પાઉન્ડ વોલ, બ્લોક, ગેટ સહિતના કામોનુ વિધાનસભાન‌ મુખ્ય દંડક પંકજ દેસાઈએ ખાતમુહુર્ત કર્યું

ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં દેવીપૂજક સમાજના સ્મશાનના વિકાસના કામોના ખાતમુહૂર્ત હાથ ધરાયા છે. જેમાં વિધાનસભાના મુખ્ય દંડકે ઉપસ્થિત રહી આ કામોનો પ્રારંભ કરાવ્યો છે. આ પ્રસંગે સમાજના આગેવાનો પણ હાજર રહ્યા હતા.

દેવીપૂજક સમાજ સેવા ટ્રસ્ટ નડિયાદ દ્વારા શહેરમાં આવેલ પિલવાઇ સ્મશાન ખાતે સ્મશાનના વિવિધ વિકાસના કામો જેવાકે સ્મશાન સગડી, કમ્પાઉન્ડ વોલ, બ્લોક, ગેટ, તળાવ પર વોક વે, લાકડા ભરવાનો શેડ, બગીચો હાથ ધરાયા છે. આ ઉપરાંત અહીયા ઓફિસનું ભૂમિ પૂજન પણ કરવામાં આવ્યું છે. આ તમામનુ ખાતમુહૂર્ત વિધાનસભાના મુખ્ય દંડક પંકજ દેસાઈના વરદ હસ્તે કરવામાં આવ્યું છે. આ વેળાએ મોટી સંખ્યામાં સમાજના લોકો હાજર રહ્યા હતા.

આ પ્રસંગે મુખ્ય દંડક પંકજ દેસાઈએ જણાવ્યું હતું કે, સમાજનો સાથ તથા સમાજનો વિકાસ એ સમાજ માટે ખૂબ જરૂરી છે અને તળપદા સમાજના બાળકો શિક્ષણ રીતે વધુ આવે તેવી તળપદા સમાજના વડીલોને સૂચન કર્યું હતું તથા નગરપાલિકાના કાઉન્સીલરો આગેવાનો તળપદા સમાજના ટ્રસ્ટીઓ વિવિધ કાર્યકરો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...