ઉત્તરાયણ ટાણે વધતા જતા ચાઇનિઝ દોરીના ગેરકાયદેસર વેચાણ અને તેને લઇને થતા નુકશાનને લઇ માતર પોલીસ સ્ટેશન ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. માતર પોલીસ સ્ટેશન ખાતે નવ નિયુક્ત સી.પી.આઈ. એચ.જે.ભટ્ટના અધ્યક્ષ સ્થાને ઉત્તરાયણના તહેવારને લઈને પોલીસ સ્ટેશન ખાતે લોક દરબાર યોજાયો હતો.
જેમા તાલુકાના આગેવાનોઓ હાજર રહ્યા હતા. સી.પી.આઈ દ્વારા આવનાર મકર સંક્રાંતિ પર્વને લઈ થઇ રહેલ ગેરકાયદે ચાઈના દોરીના વેચાણ બંધ કરવામાં આવે તેવી અપીલ કરી હતી. કોઈપણ દુકાનદાર ચાઇનિઝ દોરીનું વેચાણ કરતા ઝડપાશે તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને કોઈપણ વ્યક્તિ તેનો ઉપયોગ કરશે તો પણ પગલા લેવાશે તેમ જણાવ્યું હતું.
વધુમાં વ્યાજ ખોરો માટે પણ કડક કાર્યવાહી કરવાની તથા તે બાબતે જરૂરી કાયદાકીય સુચનાઓ પણ આપી આપવામાં આવી હતી. લોકદરબારમાં માતર ગામના આગેવાનો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.