ખેડા જિલ્લાના સેવાલીયા પોલીસ મથકની હદમા આવતાં વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનના 6 નંબરના યુનીટમાં આજે બ્રેકર બ્લાસ્ટ થયો હતો. જેને લઈ અફડાતફડી મચી હતી. આ દુર્ઘટનામાં ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં હોવાનું જાણવા મળી રહ્યુ છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. આ ઘટનાને લઈ સેવાલિયા પોલીસ ઘટના સ્થળે દોડી જઇ વધુ તપાસ હાથ ધરી છે. યુનીટ 6 ના 6.6 kV પ્લાન્ટ બ્રેકરમાં ભારે ઇલેક્ટ્રિકલ સ્પાર્કને કારણે આ દુર્ઘટના સર્જાય છે. યુનિટ 8ના કન્ટ્રકશન ટ્રાન્સફોર્મર પાવર બ્રેકર ચાર્જિંગ થઈ રહ્યું હતું ત્યારે આ ઘટના બની છે. વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન ખાતેના 6 નંબર યુનિટમાં બુધવારે સવારે બ્રેકર બ્લાસ્ટનો બનાવ સામે આવ્યો છે. અહીયા આ યુનિટના 6.6 પ્લાન્ટનું બ્રેકર બ્લાસ્ટ થતાં ભારે અફડાતફડી મચી હતી. આ દુર્ઘટનામાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું બહાર આવ્યું છે. જેમાં એક ઓપરેટરનો પણ સમાવેશ થાય છે. એમ્બ્યુલન્સ મારફતે તુરંત ગંભીર રીતે દઝાયેલા ત્રણ લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર અર્થે વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. તો બીજી તરફ ઘટનાની જાણ સેવાલિયા પોલીસને થતાં પોલીસનો કાફલો પણ બનાવ સ્થળે દોડી આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરી દીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આજે લગભગ પોણા 10 વાગ્યાની આસપાસ GSECL વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન ખાતે યુનીટ 6 ના 6.6 kV પ્લાન્ટ બ્રેકરમાં ભારે ઇલેક્ટ્રિકલ સ્પાર્કને કારણે આ દુર્ઘટના સર્જાય છે. યુનિટ 8ના કન્ટ્રકશન ટ્રાન્સફોર્મર પાવર બ્રેકર ચાર્જિંગ થઈ રહ્યું હતું ત્યારે આ ઘટના બની છે. જેમાં પી.પી. પરમાર PO-1, ઈન્સટુમેન્ટ મિકેનિક એસ.એસ.શેખ અને ઓપરેટર એમ. એન. વાઢેરા ગંભીર રીતે દાઝી ગયા હતા. આ તમામને સારવાર અર્થે વડોદરા ખાતેની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.