• Gujarati News
  • Local
  • Gujarat
  • Kheda
  • Bhagwat Parmar Flared Up When The Congress Gave Tickets To Sanjay Patel At The Matar Seat, Asking How Many Rupees Has The Party Sold Tickets For?

કૉંગ્રેસ કાર્યાલય પર ઝપાઝપી:માતર બેઠક પર કૉંગ્રેસે સંજય પટેલને ટિકિટ આપતા જ ભગવત પરમાર ભડક્યા,સવાલ કરી કહ્યું- પાર્ટીએ કેટલા રૂપિયામાં ટિકિટ વેચી છે?

નડિયાદ3 મહિનો પહેલા

કૉંગ્રેસ આજે તેની સાતમી યાદી બહાર પાડી બીજા તબક્કાના બાકી રહેતા તમામ મૂરતિયાના નામની જાહેરાત કરી દીધી છે. જો કે, નામની જાહેરાત થતા જ ખેડા જિલ્લાની માતર બેઠક પર ભડકો થયો છે. વર્ષ 2012 અને 2017માં હારનો સામનો કરી ચૂકેલા સંજય પટેલને પાર્ટીએ અહીં ટિકિટ આપતા જ ટિકિટના અન્ય દાવેદાર ભગવત પરમાર અને તેના સમર્થકોમાં રોષ ફેલાયો છે. માતર કૉંગ્રેસ કાર્યાલય પર સંજય પટેલની હાજરીમાં જ ઝપાઝપી થતા પોલીસે દોડી જઈ મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.

માતરની ટિકિટ વેચાઈ હોવાનો આક્ષેપ
માતર બેઠક પર સંજય પટેલને ટિકિટ મળતા જ ભગવત પરમાર અને તેમના સમર્થકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. માતર કૉંગ્રેસ કાર્યાલય પર ભગવત પરમાર અને તેના સમર્થકો ઉમટી પડ્યા હતા. કાર્યાલય પર સંજય પટેલ પણ હાજર હોય અહીં ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. ભગવત પરમારે માતર બેઠકની ટિકિટ વેચાઈ હોવાનો આક્ષેપ કર્યો હતો અને સવાલ કર્યો હતો કે ટિકિટ કેટલામાં વેચાઈ છે તે પાર્ટી જણાવે જેથી અન્યને પણ ખબર પડે.

'બે વાર હાર બાદ પણ સંજય પટેલને ટિકિટ આપી'
ભગવત પરમારે કહ્યું હતું કે, જ્યારે ઉદેપુરમાં કૉંગ્રેસનું સંમેલન મળ્યું ત્યારે તેમાં નક્કી થયું હતું કે, જે નેતા બે વખત ચૂંટણી હાર્યો હોય તેને ટિકિટ અપાશે નહીં. માતર બેઠક પર 2012 અને 2017માં સંજય પટેલની હાર થઈ હતી. તેમ છતા પાર્ટીએ તેને જ ટિકિટ આપી છે.

અન્ય સમાચારો પણ છે...