વિકાસની વાતો વચ્ચે નડિયાદના નગરજનોને પાયાની સુવિધાઓ માટે વલખા મારવા પડી રહ્યાં છે. નડિયાદમાં બારકોશીયા રોડ ખખડધજ હાલતમાં હોવાથી વાહનચાલકો તથા પગદંડી જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બારકોશીયા રોડથી સંસ્કાર વિદ્યાલય અને કબ્રસ્તાન ચોકડીથી લઈને મલારપુરા ચોકડી સુધીનો રસ્તો ઉબડખાબડથી આ વિસ્તારમાં મુશ્કેલી વધી છે. આ સંદર્ભે આજે અહીયાના સ્થાનિક રહીશોએ પાલિકા તંત્ર અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે.
કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે, બારકોશીયા રોડથી સંસ્કાર વિદ્યાલય અને કબ્રસ્તાન ચોકડીથી લઈને મલારપુરા ચોકડી સુધીનો રસ્તો અતિ બિસ્માર હાલતમાં છે. આ રસ્તો એટલી હદે ઉબડખાબડ છે કે અહીયાથી સિનિયર સિટીઝન તથા રાહદારીઓને પસાર થવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વાહનચાલકો કેટલીક વખત અહીંયા આવા ખાડામાં પટકાતાં નીચે પડ્યા છે.
વધુમાં જણાવ્યું છે કે વોર્ડ નંબર પાંચ અને છ માં આ બંને રસ્તાઓ છે પાલિકા તંત્ર ઓરમાયું વર્તન દાખવતાં છેલ્લા કેટલાય સમયથી અહીંયા રસ્તો બન્યો ન હોવાનું જણાવ્યું છે જેના કારણે બારકોશીયા રોડનો વિકાસ રુંધાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.