જિલ્લા ભાજપમાં ખુશીનો માહોલ:ખેડાના કપડવંજ અને નડિયાદના 24 જેટલાં આગેવાનો અને 150 કાર્યકર્તાઓએ ભાજપનો ખેસ ધારણ‌ કર્યો

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના કમલમ ખાતે પહોંચતાં તમામનું પક્ષના અગ્રણીઓએ ખેસ‌ પહેરાવી સ્વાગત કર્યું

આવનારા દિવસોમાં વિધાનસભાની ચૂંટણીના સંકેતો જોવા મળી રહ્યા છે. ત્યારે આ પહેલા એક પક્ષમાંથી બીજા પક્ષમાં જોડાવાની બાબત સામાન્ય બની છે. ખેડા જિલ્લાના કપડવંજ અને નડિયાદના 24 જેટલાં આગેવાનો અને 150 જેટલા કાર્યકર્તાઓએ ભાજપનો ખેસ ધારણ‌ કરતાં ભાજપ પક્ષમાં આનંદ છવાઈ ગયો છે.

આજે બુધવારે કેટલાક કાર્યકર્તાઓ અને કપડવંજ તથા નડિયાદના આગેવાનો જિલ્લાના વડામથક નડિયાદના ડભાણ રોડ પર આવેલી કમલમમાં પહોંચ્યા હતા. જ્યાં પક્ષના અગ્રણીઓ દ્વારા કેસરીયો ધારણ કર્યો હતો.

ગુજરાત પ્રદેશ ભાજપ સાથે ચર્ચા કર્યા બાદ ખેડા જિલ્લા ભાજપ સંકલન સમિતિ દ્વારા પ્રભારી ગોરધન ઝડફિયા, જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલ પટેલ, મુખ્ય દંડક પંકજ દેસાઈ અને મહામંત્રી અજય બ્રહ્મભટ્ટ, વિકાસ શાહ અને નટુભાઈ સોઢાની હાજરીમાં આ તમામ કાર્યકર્તાઓએ કેસરીયો ખેસ ધારણ કર્યો છે. જેમા કપડવંજ અને નડિયાદના 24 જેટલાં આગેવાનો અને 150થી વધુ કાર્યકર્તાઓને પુનઃ ખેસ પહેરાવીને ભાજપમાં સ્વાગત કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...