રજુઆત:મહુધા, માતર અને ખેડાના તલાટી મંડળના પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતાં આવેદન

ખેડા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ પણ બાંહેધરી અપાઇ હતી, આજથી રાજ્યના તલાટીઓ અચોક્કસ મુદત સુધી હડતાલ પર

તલાટી મંડળના પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા 2 ઓગસ્ટ થી સમગ્ર ગુજરાત સહીત મહુધા, માતર અને ખેડા તાલુકાના તલાટીઓ અચોક્કસ મુદત સુધી હડતાલ પર ઉતારવા માટે ત્રણે તાલુકાના ટીડીઓ સહિત મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.રાજ્ય તલાટી કમ મંત્રી મહામંડળ દ્વારા વર્ષ 2018થી વારંવાર લેખિતમાં રજૂઆત કરવા છતાં પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવવાનાે કારણે મંડળ દ્વારા હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. અગાઉ પણ ગત વર્ષે સરકાર દ્વારા ટૂંક સમયમાં નિરાકરણ લાવવાની બાંહેધરી આપવામાં આવી હતી.

જે બાબતને નવ માસ વીતી ગયા હોવા છતાં વારંવાર રજૂઆત કરવા છતાં આજદિન સુધી એક પણ પડતર પ્રશ્નોનું સુખદ ઉકેલ ન આવતા ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રી મહામંડળ દ્વારા ગત મહિને ગાંધીનગર ખાતે મળેલ કારોબારી સભામાં સર્વાનુમતે થયેલ ઠરાવ મુજબ 2 ઓગસ્ટથી ગુજરાત રાજ્યના તમામ તલાટી કમ મંત્રીના પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યા સુધી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેના અનુસંધાને જિલ્લાના મહુધા, માતર અને ખેડાના તલાટી મંડળ દ્વારા ટીડીઓ સહિત મામલતદારને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...