• Gujarati News
  • Local
  • Gujarat
  • Kheda
  • An Anti inflation Rally Was Organized In Mahemdavad, A Grand Rally Was Held With Garlands Of Vegetables, Posters And Flags.

મોંઘવારી મુદ્દે કોંગ્રેસના દેખાવો:મહેમદાવાદમાં મોંઘવારી વિરોધી આક્રોશ સભાનું આયોજન, શાકભાજીના હાર, પોસ્ટરો અને ઝંડા સાથે ભવ્ય રેલી કાઢવામાં આવી

નડિયાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોંઘવારીની વિરૂદ્ધમાં સૂત્રોચ્ચાર અને ઢોલ-નગારા સાથે ભવ્ય રેલી કાઢવામાં આવી
  • મામલતદાર કચેરી ખાતે મામલતદારને મોંઘવારી વિરૂદ્ધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું

ખેડા જિલ્લાના મહેમદાવાદ શહેર ખાતે શિક્ષણ ભવન હોલમાં તાલુકા તેમજ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારી વિરોધી આક્રોશ સભા તેમજ ભવ્ય રેલીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો તેમજ હોદ્દેદારો હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમમાં અમિતભાઈ ચાવડા (પૂર્વ પ્રદેશ પ્રમુખ તથા ખેડા સંસદીય મતવિસ્તારના પ્રભારી, ધારાસભ્ય આંકલાવ), ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ, પ્રશાંતભાઈ પટેલ, સુધાબેન ચૌહાણ (પ્રમુખ જિલ્લા કોંગ્રેસ સમિતિ), કરીમભાઇ મલેક (ઉપપ્રમુખ ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ, પ્રમુખ મધ્ય ગુજરાત લઘુમતી કમિટી) વગેરે હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં સૌપ્રથમ સ્વાગત વિધિ તેમજ આભારવિધિ સાથે નવી નિમણુંક થયેલી બોડીના તમામ હોદ્દેદારોને નિમણૂંક પત્ર આપવામાં આવ્યા હતા.

આ પ્રસંગને અનુલક્ષી સૌ આમંત્રિત મહેમાનોએ સુંદર વક્તવ્ય આપ્યું હતું. ત્યારબાદ શાકભાજીના હાર, પોસ્ટરો, બેનરો, ઝંડા સાથે મોટી સંખ્યામાં શિક્ષક ભવનથી લઈને વિરોલ દરવાજા, મુખ્ય બજાર, નડીયાદી દરવાજા થઈને મોંઘવારીની વિરૂદ્ધમાં સૂત્રોચ્ચાર સાથે તેમજ ઢોલ-નગારા સાથે ભવ્ય રેલી કાઢવામાં આવી હતી. તેમજ મહેમદાવાદ શહેરમાં આવેલી મામલતદાર કચેરી ખાતે મામલતદારને મોંઘવારી વિરૂદ્ધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...