કેન્દ્રીય ગૃહમંત્રી ખેડાની મુલાકાતે આવશે:અમિત શાહ નડિયાદ ખાતેથી રૂ. 234.54 કરોડના ખર્ચે બનેલા 925 પોલીસ આવાસોનું લોકાર્પણ કરશે

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી 29 મેના રોજ ખેડાની એક દિવસીય મુલાકાતે
  • ખેડા જિલ્લામાં 925 આવાસોમાંથી 886 રહેણાંકના આવાસો, 29 બિન રહેણાંકના આવાસો
  • રાજ્યના 19 જિલ્લાની 48 જગ્યાએ આ આવાસો નિર્માણ પામ્યાં છે

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહ ખેડા જિલ્લાની એક દિવસીય મુલાકાતે આવશે, ગુજરાત પોલીસ આવાસ નિગમ દ્વારા નવનિર્મિત અંદાજે રૂ. 234.54 કરોડના ખર્ચે બનેલા 925 પોલીસ આવાસોનું લોકાર્પણ કરશે

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આગામી 29 મેના અને રવિવારના દિવસે ખેડા જિલ્લાના વડામથક નડિયાદ ખાતે એક દિવસીય મુલાકાતે આવી રહ્યાં છે. નડિયાદ હેલીપેડ મેદાન ખાતે યોજાનારા એક કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાત પોલીસ આવાસ નિગમ દ્વારા નવનિર્મિત આશરે રૂ।. 234.54 કરોડના ખર્ચે બનેલા 925 પોલીસ આવાસોનું લોકાર્પણ કરશે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યના 19 જિલ્લાની 48 જગ્યાએ આ આવાસો નિર્માણ પામ્યાં છે. ખેડા જિલ્લામાં અંદાજે રૂા. 234.54 કરોડના ખર્ચે બનેલા 925 આવાસોમાંથી 886 રહેણાંકના આવાસો છે, જ્યારે 29 બિન રહેણાંકના આવાસો છે.

કેન્દ્રીય ગૃહ મંત્રીની આ મુલાકાત માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. કેન્દ્રીય મંત્રીની આ મુલાકાત વખતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, તેમની સાથે ખેડાના સાંસદ અને કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ, ગુજરાત વિધાનસભાના દંડક પંકજ દેસાઇ અને જિલ્લાના પદાધિકારીઓ, જિલ્લા કલેક્ટર, સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે.

રવિવારે કેન્દ્રીય મંત્રી અમિત શાહ સલુણ એકસપ્રેસ વે નજીક હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે આવવાના છે. જેને લઇને આ કાર્યક્રમ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની જાળવાય તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ટ્રાફીક નિયમનની જાળવણીમાં સરળતા રહે તે હેતુથી તા 29મે ના સવારે 8 કલાકથી સાંજના 17 કલાક સુધી વાહન વ્યવહારની અવર-જવર ઉપર પ્રતિબંધ મૂકતુ જાહેર નામુ પ્રસિદ્ધ કરવામ આવ્યું છે.

પ્રતિબંધિત વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થાં કરવામાં આવી છે. જેમાં (1) બિલોદરા ચોકડીથી રીંગ રોડ થઇ સલુણ એકસપ્રેસ વે બ્રીજ થઇ ડાકોર ઉમરેઠ તરફ જતો તમામ વાહનવ્યવહાર બિલોદરા ચોકડીથી મહુધા ચોકડી થઇ ડાકોર, ઉમેરઠ રોડ તરફ આગળ જઇ શકશે. (2) મહાગુજરાત સર્કલ ચકલાસી ભાગોળ થઇ સલુણ એકસપ્રેસ બ્રીજ થઇ ડાકોર ઉમરેઠ તરફ જતી તમામ વાહનવ્યવહાર વાણીયાવાડ સર્કલ કોલેજ રોડ ઉતરસંડા થઇ આગળ તરફ જઇ શકશે. (3) ડાકોર રોડ અલીન્દ્રા ગામથી સલા ગામ થઇ સલુણ એકસપ્રેસ વે બ્રીજ થઇ નડિયાદ શહેર તરફ આવતો તમામ વાહન વ્યવગર અલીન્દ્રા ગામ ત્રણ રસ્તાથી સુરાશામળ ચકલાસી થઇ આગળ તરફ જઇ શકાશે. (4) ડિ-માટે ઉત્તરસંડા રોડ નડિયાદથી ફત્તેપુરા રીંગરોડ, ફતેપુરા કેનાલ સુલુન્ન એકસપ્રેસ થઈ ટ્રાફિ તંબુ ચોકી થઇ ડાકોર રોડ તથા બિલોદરા રીંગ રોડ તરફ આવતો તમામ વાહન વ્યવહાર, વાણીયાવાડ સર્કલ, કિડની ચાર રસ્તા પેટલાદ રોડ થઇ આગળ જઈ શકશે.

અન્ય સમાચારો પણ છે...