• Gujarati News
  • Local
  • Gujarat
  • Kheda
  • Action Will Be Taken To Seize The Assets Of Rahul Vaghela, Who Swindled Crores Of Rupees To Defraud Thousands Of People.

કરોડો રૂપિયાની છેતરપિંડી મામલો:હજારો લોકોને છેતરી કરોડોનો રૂપિયાની ઘાલમેલ કરનાર રાહુલ વાઘેલાની મિલકતો ટાંચમાં લેવા કાર્યાવાહી હાથ ધરાશે

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપી રાહુલ વાઘેલા - Divya Bhaskar
આરોપી રાહુલ વાઘેલા
  • કૌભાંડી રાહુલ વાઘેલાના રીમાન્ડ પુરા થતાં વધુ રીમાન્ડ મેળવાયા, 30 મે સુધીના રિમાન્ડ મંજૂર થયા
  • તેની ફ્રેન્ચાઈઝી મેળવનાર લોકોની પુછપરછ હાથ ધરાશે ઉપરાંત રાહુલ વાઘેલાએ કોને કોને નાણાં આપ્યા છે તે તમામ બાબતોની પુછપરછ હાથ ધરાશે

ડેટા એન્ટ્રીના નામે હજારો લોકો પાસેથી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનાર ચકચારી કેસમાં પકડાયેલા મુખ્ય સૂત્રધાર આરોપી રાહુલ વાઘેલાને આજે રિમાન્ડ પૂરા થતાં તેને કોર્ટમાં રજૂ કરાયો હતો અને વધુ રિમાન્ડ મેળવવા માગણી કરતા આગામી 30મી મે સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.

નડિયાદમાં ડભાણ રોડ ઉપર એક કોમ્પ્લેક્ષમાં માસ્ટર સોલ્યુશન નામની કંપની શરૂ કરી ડેટા એન્ટ્રીના નામે રોજના એક હજાર ઉપરાંત કમાઓ તેવી લાલચ આપી લોકો પાસે કરોડોનું વિવિધ પ્લાન હેઠળ કંપનીમાં રોકાણ કરાવી છેતરપિંડી કરી ફરાર થતા ભેજાબાજ કૌભાંડી રાહુલ નારણ વાઘેલા (રહે. યોગીનગર, નડિયાદ)ને પોલીસે બનાસકાંઠાની ધાનેરા બોર્ડર ખાતેથી ઝડપી પાડયો હતો.

નડિયાદ રૂરલ પોલીસે આ મામલે કંપનીના કર્તાહર્તા એવા ભેજાબાજ કૌભાંડી રાહુલ વાઘેલા કંપનીમાં ડિરેક્ટર એવી તેની પત્ની ગૌરી વાઘેલા તેમજ કંપનીમાં કામ કરતા કર્મચારીઓ મળી કુલ 9 વ્યક્તિઓ વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ થઈ હતી. તપાસ કરતા નડીયાદ રુલર પી.આઈ વિજયસિંહ ચૌહાણ અને ટીમે કંપનીની ડિરેક્ટર એવી ભેજાબાજ કૌભાંડી રાહુલ વાઘેલાની પત્ની ગૌરી વાઘેલાની પણ ધરપકડ કરી હતી.બાદમા પોલીસે કૌભાંડી રાહુલ વાઘેલા અને પત્ની ગૌરી વાઘેલાને રિમાન્ડ અર્થે અમદાવાદ સ્થિત વિશેષ કોર્ટમાં રજૂ કર્યા હતા કોર્ટએ ભેજાબાજ રાહુલ વાઘેલાના આજ તારીખ 27 સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા જ્યારે આરોપી એવી તેની પત્ની ગૌરી વાઘેલાને કોર્ટ કસ્ટડીમાં રાખવાનો હુકમ કર્યો હતો.

દરમિયાન કરોડોનું ફુલેકું ફેરવનાર ભેજાબાજ રાહુલ વાઘેલાના આજે પોલીસ રિમાન્ડ પૂર્ણ થતા હોય તપાસનીશ પી.આઈ વિ જે ચૌહાણ અને ટીમે ભેજાબાજ કૌભાંડીને આજે અમદાવાદની વિશેષ કોર્ટમાં રજૂ કરી 14 દિવસના વધુ રિમાન્ડની માગણી કરી હતી. જોકૈ કોર્ટે ભેજાબાજ કૌભાંડી રાહુલ વાઘેલાના આગામી તારીખ 30 મે ને સોમવાર સુધીના વધુ રિમાન્ડ મંજૂર કર્યા છે.

નડિયાદ રૂલરના તપાસ અધિકારી પી.આઈ વિજયસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, માસ્ટર સોલ્યુશન નામની ફ્રેન્ચાઈઝી મેળવનાર લોકોની પુછપરછ હાથ ધરાશે ઉપરાંત રાહુલ વાઘેલાએ કોને કોને નાણાં આપ્યા છે તે તમામ બાબતોની પુછપરછ હાથ ધરાશે. આ સાથે સાથે કૌભાંડી રાહુલ વાઘેલાની બેથી ત્રણ મિલકતો ટાંચમાં લેવા માટેની કાર્યાવાહી હાથ ધરાશે તેમ જણાવ્યું છે.

નડિયાદના આડીનાર ચોકડી પર ડેટા એન્ટ્રી નામે ઠગાઈ બહાર આવી નડિયાદ તાલુકાના આડીનાર ચોકડી પર ડેટા એન્ટ્રી નામે એક એજન્સીએ ઠગાઇ કરી હોવાનું બહાર આવ્યું છે આજે પંદર દિવસથી આ એજન્સીની ઓફિસ બંધ રહેતા તેમાં જોડાયેલા લોકો ભેગા થયા હતા 700થી 800 લોકોએ પોતાની ડિપોઝિટ ગુમાવી હોવાનો ગણગણાટ જોવા મળી રહ્યો છે.જોકે હજુ ફરિયાદ નથી થઈ માસ્ટર સોલ્યુશન સાથે કનેક્શનની છે કે કેમ તે તપાસનો વિષય છે.

અન્ય સમાચારો પણ છે...