સિદ્ધિ:મહેમદાવાદનો વિદ્યાર્થી સ્ટેટ કરાટે ચેમ્પિયનશીપમાં રાજ્યમાં પ્રથમ

ખેડા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 25 થી 30 કિલોની શ્રેણીમાં 42 હરીફોને પછાડી જીત્યો ગોલ્ડ મેડલ

નડિયાદમાં આવેલ મરીડા સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે અખિલ ગુજરાત ડુ એસોસિએશન દ્વારા ઓપન ગુજરાત સ્ટેટ કરાટે ચેમ્પિયનશીપ-2022નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા રાજ્યમાંથી કુલ 300 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં 25 થી 30 કિલોની કરાટે કેટેગરીમાં દેવમ સહિત બીજા આશરે 42 કોમ્પીટીટરોએ ભાગ લીધો હતો. આ બધા 42 વિદ્યાર્થીઓને હરાઇને મહેમદાવાદના આ વિદ્યાર્થીઓએ ગોલ્ડ તથા બ્રોન્ઝ મેડલ હાંસિલ કર્યા હતા. ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરનાર દેવમ ત્રિવેદી અગાઉ સરકાર દ્વારા યોજાયેલ ખેલ મહાકુંભમાં કરાટે ચેમ્પિયનશિપમાં જિલ્લામાં ત્રીજા નંબરે સ્થાન મેળવ્યું હતું.

રોજના બે કલાક પ્રેક્ટિસ કરવામાં આવતી હતી. ઉપરાંત કરાટે માટેની અલગ પ્રકારની પ્રેક્ટિસ પણ કરવામાં આવતી હતી તેમ કોચ શ્રેયાંશ સોનીએ જણાવ્યું હતું. ઉપરાંત આટલાથી ન અટકી દેવમ આગામી 27મી તારીખે હરિયાણામાં યોજાનારી નેશનલ લેવલ કરાટે ચેમ્પિયનશિપમાં પણ પોતાનુ તથા જિલ્લાનું નામ રોશન કરવા જઇ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...