ખેડા જિલ્લામાં રોજગારીની તકોની સાથે સાથે મહિલાઓ પગભર બને તેવા આશયથી અને ગૃહ ઉદ્યોગ ચાલી રહ્યા છે. ત્યારે કપડવંજ તાલુકાના નિકોલ ગામની મહિલાઓએ એક જૂથ થઈ ઘેર ઘેર મસાલા ઉદ્યોગ શરૂ કરી આજુબાજુના ગામમાં આ મસાલાઓનું વેચાણ કરી પરિવારને આર્થિક રીતે મદદ કરી રહ્યા છે.
ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના નિકોલ ગામ ખાતે આવેલ જય યોગેશ્ર્વર સખી મંડળની બહેનોએ પણ આ યોજનાનો લાભ લીધો છે અને ગામની બહેનો તેઓના નવરાશના સમયે ઘર વપરાશના મસાલાઓનું પેકીંગ કરીને તેને બજારમાં વેચે છે. જય યોગેશ્વર સખી મંડળની બહનોએ નવરાશના સમયે કામ કરી આર્થિક સધ્ધરતા કેળવી રહ્યા છે. તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બહેનો પગભર થાય અને સ્વમાનભેર જીવી શકે તે માટે અનેક યોજનાઓ શરૂ કરી છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારની અનેક બહેનોએ આ યોજનાઓના લાભ લઇ સ્વમાનભેર જીવન જીવવાની પદ્ધતિ અપનાવી લીધી છે.
જિલ્લા ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આવી બહેનોને સહાય પણ આપવામાં આવી રહી છે સાથે સાથે યોગ્ય તાલીમ અને માર્ગદર્શન પણ પુરૂ પાડવામાં આવી રહયું છે. જય યોગેશ્ર્વર સખી મંડળના વિષ્ણુબેન મહોબ્બતસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, અમારા આ સખીમંડળમાં 10 બહેનોનું ગ્રુપ છે. તેમા અમે મસાલા ઉદ્યોગ શરૂ કર્યું છે. તેઓ કાચો માલ લાવીને કામ કરે છે તેમજ ગામમાં અને આજુબાજુના ગામમાં આ મસાલાઓનું વેચાણ કરી ગામની બહેનોને ગૃહ ઉદ્યોગમાં સારો ફાયદો થાય છે તેમ જણાવ્યું હતું. તેઓએ ઉમેર્યું હતું કે, ચાલુ સાલે અમારા સખી મંડળની બહેનોએ નક્કી કરેલ છે કે અમો લીંબોળી એકઠી કરીને તેનો પણ લાભ લઇશું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.