અકસ્માત:ખેડા ચોકડી પર રોંગ સાઇડે આવતાં ડમ્પરે ટક્કર મારતાં ગાયનું મોત

ખેડા23 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઓવરલોડ ખુલ્લા સાંઢની જેમ ફરી રહેલા ડમ્પરોનો આતંક દિવસેને દિવસે વધતો જઇ રહ્યો છે. ખેડામાં પણ ગુરુવારે મોડી રાત્રે ડમ્પરે ગાયને અડફેટે લેવાની ઘટના બની હતી. જેમાં ગત ગુરુવારે મોડી રાતે મહેમદાવાદથી ખેડા તરફ આવી રહેલ ડમ્પર હાઇવે ચોકડી પાસે સર્કલથી રોંગ સાઈડમાં જતા ગાયને અડફેટે લઈને ટક્કર મારતા ગાયના પગમાં ગંભીર ઇજાઓ થઇ હતી. જેને લઈને ગાયનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ગાયને ટક્કર મારીને ડમફર ચાલક ફરાર થઈ ગયો હતો.

ગાય ખેડાના પશુપાલકની હતી. ઘટનાની જાણ થતાં જ આજુ બાજુના પશુપાલકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને ગાયને સ્થળ ઉપરથી દુર કરવામાં આવી હતી. ડમ્પરની અડફેટે ગાયનું મોત થતાં અન્ય પશુપાલકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જોકે આ બાબતે પશુપાલક દ્વારા ડમ્પર ચાલક વિરુદ્ધ ખેડા પોલીસ મથકે ફરિયાદ આપવામાં આવી ન હતી.

અન્ય સમાચારો પણ છે...