ભાસ્કર વિશેષ:મહેમદાવાદના સિધ્ધિવિનાયક મંદિરે 25 ફૂટ ઉંચી વૈદિક હોળી બનાવવામાં આવી

મહેમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સતત 11 વર્ષથી ઇકો ફ્રેન્ડલી હોળી પ્રગટાવવામાં આવે છે

શ્રી સિદ્ધિવનાયક દેવસ્થાન દેવનગરી મહેમદાવાદ દ્વારા પર્કૃતિના જતન માટે છેલ્લા 11 વર્ષથી વૈદિક હોળીનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ તારીખ 7 માર્ચના રોજ સાંજના 7.30 કલાકે મંદિરના ટ્રસ્ટી નરેન્દ્રભાઇ પુરોહિત દ્વારા ભવ્ય સામુહિક વૈદિક ઇકો ફ્રેન્ડલી હોળીનું આયોજન કરવામાં આવ્યું છે. જે 25 ફૂટ ઉંચી અને 20 ફૂટ ગોળાઈ છે. જેના કારણે આજુ બાજુ નું વાતાવરણ રોગ મુક્ત અને સકારાત્મક ઉજાર્મય બનશે. તથા શુધ્ધ વાતાવરણ થશે.

આ ઇકો ફ્રેન્ડલી હોળી કપૂર, લોબાન, કમર-કાકડી, કેસુડો, સુકા બીલીના ફળ, આબો, ખાખરો આસોપાલવ, ગુગર વિવિધ જાતના ધૂપ, ગૌકાષ્ટ, શ્રીફળ, સાત પ્રકારના ધાન્ય, વિવિધ જાતની જડી બુટ્ટીઓ, જવ, તલ ગાયનું ઘી, વિવિધ ઔષદીઓના લાકડા દ્વારા કરવામાં આવશે.

મંદિરના પર્ખર પુજારીઓ દ્વારા વૈદિક પરંપરા મુજબ તેનું પૂજન કરવામાં આવશે અને ડાકોરના પૌરાણિક રામજી મંદિરના બાળ કિશોરો સંગીતના સુર રેલાવશે. જેના લીધે ઉત્સાહમાં અનેરો આનંદ મળશે. તથા હોળી ફરતે ભવ્ય રંગોળીનું આયોજન કરવામાં આવ્યું છે. મંદિર દ્વારા આ ઇકો ફ્રેન્ડલી હોળીનાં દશર્ન કરવા માટે જાહેર જનતાને આમંત્રણ આપવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...