ખેતી લાયક વિસ્તાર માટે આશીર્વાદ:ખેડામાં આ વર્ષે 81.2 ટકા વરસેલા વરસાદને કારણે 999 વિઘાનું સાવલી તળાવ છલોછલ, 25 હજાર વિઘા જમીન-8 હજાર લોકોની તરસ છીપાવશે

ખેડા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
10 એપ્રિલ 2022 - Divya Bhaskar
10 એપ્રિલ 2022

ખેડા જિલ્લામાં ચાલુ વર્ષે 81.2 ટકા વરસેલા વરસાદને કારણે સમગ્ર જિલ્લાના જળાશયોમાં નવા નીર આવ્યા છે. જે પૈકી કપડવંજ-ડાકોર રોડ પરના આવેલા અને 999 વીઘા વિસ્તારમાં ફેલાયેલા સાવલી તળાવમાં નવા નીર આવ્યા છે. મહત્વની વાત છેકે ગત એપ્રિલ માસમાં આ તળાવ કોરું ધાકોર થઈ ગયું હતું. જે બાદ જુલાઈ, ઓગસ્ટ માસમાં સિઝનનો સરેરાશ 81.40 ટકા વરસાદ પડતા સાવલી તળાવમાં નવા નીર આવ્યા છે. કોરૂ ધાકોર થઈ ગયેલ તળાવ આજે વરસાદી પાણીથી છલોછલ થતાં આસપાસના 10 ગામના ખેડૂતોની 25 હજાર વીઘા કરતા વધુ ખેતી લાયક વિસ્તારમાં આશીર્વાદ રૂપ બની રહેશે.

31 ઓગસ્ટ 2022
31 ઓગસ્ટ 2022

આ ખેડા જિલ્લાનું સૌથી મોટું તળાવ કહેવાય છે
મહત્વની વાત છેકે વર્ષ 1902માં છપ્પનિયા દુષ્કાળ સમયે આ તળાવનું ખોદકામ શરૂ થયું હતું. જે 8 વર્ષ એટલે કે વર્ષ 1910 સુધી ચાલ્યુ હતુ. તે સમયે રૂ.2,32,252ના ખર્ચે આ તળાવ બંધાયું હતું. જે ખેડા જિલ્લાનું સૌથી મોટું તળાવ કહેવાય છે. તળાવની લંબાઇ 7550 ફુટ અને ઊંડાઈ મથાળે 10 ફુટ છે. જ્યારે તળાવમાં પાણી સંગ્રહ કરવાની ક્ષમતા 172 મિલિયન ક્યુબિક છે.

તળાવ ભરાતા 80 ફૂટે કૂવાના પાણી જોવા મળ્યાં
તેમજ પાણીના આવરણનો વિસ્તાર 11 ચોરસ માઈલ છે. કપડવંજ તાલુકાના ભાદરવાના મુવાડા, વિશ્વનાથપુરા, સાવલી, ભાથીજીના મુવાડા, દહીયપ, દુજેવાર, નવાપુરા જેવા ગામનું અને તેના પેટા પરા વિસ્તાર સહિત દસ જેટલા ગામોમાં ભરઉનાળે કૂવાના સ્તર 160 ફૂટ નીચે પહોંચી ગયા છે. જોકે, તળાવ ભરાતા 80 ફૂટે કૂવાના પાણી જોવા મળી રહ્યા છે. જેનો લાભ 8 હજાર નાગરિકોને સિંચાઇ અને પીવાના પાણીનો ફાયદો થશે.

ફેક્ટ ફાઇલ

  • ​​​​​​​1902 થી 1910 સુધી તળાવનું ખોદકામ થયું હતું
  • 7550 ફુટ લંબાઇ
  • ​​​​​​​172 ક્યુબિક મિલિયન પાણી સંગ્રહ ક્ષમતા
  • 11 ચોરસ માઈલ પાણીના આવરણનો વિસ્તાર
અન્ય સમાચારો પણ છે...