ખેડા જિલ્લાના વડામથક નડિયાદ ખાતે આવેલા હેલીપેડ મેદાનમાં આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં રાજ્યના 25 જિલ્લામા નવ નિર્મિત આવાસોનું લોકાર્પણ કાર્યક્રમ યોજાવાનો છે. ત્યારે લોકોને લાવવા માટે નડિયાદ ડિવિજનની 150 મળી 400 એસ.ટી બસોની ફાળવણી કરાઈ છે.
29 મે ના રોજ નડિયાદ ખાતે રાજ્યકક્ષાનો આવાસ લોકાર્પણનો કાર્યક્રમ યોજાનાર છે. જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નીગમ દ્વારા નવનિર્મિત પોલીસના રહેણાંક, બિનરહેણાંક આવાસોનું લોકાર્પણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાંમાં હજારો લોકો ઉમટશે. ત્યારે લોકોને લાવવા લઈ જવા માટે નડિયાદ ડિવિજનની 150 કરતા વધુ અને અન્ય ડિવિજનની મળી 400 કરતા વધુ એસ ટી બસોની ફાળવણી કરવામા આવી છે.
આ તબક્કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ અહીયા હાજર રહેશે. રાજ્ય સરકાર ગુજરાતના નાગરીકોની સુખસુવિધામાં ઉત્તરોતર સુધારો કરી રહી છે. ત્યારે કરોડોના ખર્ચે બનેલા અને 19 રહેણાંક અને 29 બિન રહેણાંક આવાસોના લોકાર્પણ કાર્યક્રમ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે યોજાશે. આ કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા ભાજપ સંગઠનની ટીમ પણ કામે લાગી ગઈ છે. ગામડા જિલ્લાના ગ્રામ્ય વિસતારોમાંથી લોકોને લાવવા બસો ફાળવાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.