દરોડો:ખેડા સરદાર માર્કેટની બે દુકાનમાંથી 3400 Kg ગેરકાયદે ઘંઉનો જથ્થો જપ્ત

ખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્ટોક રજીસ્ટર પત્રક અને બિલ ન હોવાથી કાર્યવાહી
  • ખેડા પુરવઠા વિભાગની ટીમે ઘઉંનો જથ્થો સીઝ કર્યો

ખેડા શહેરના કેટલાક વેપારીઓ દ્વારા ગેરકાયદેસર ઘઉં લાવીને વેચવાનું સમગ્ર કૌભાંડ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું હોવાના આક્ષેપો થતા રહ્યા છે. આ બનાવની જાણ સ્થાનિક મામલતદાર અને તેમની ટીમને થતા ગુરૂવારના રોજ ખેડા સરદાર માર્કેટમાં આવેલ બે અલગ અલગ દુકાનોમાં દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી હતી. બંને દરોડામાં 3 હજાર 400 કિલો ઘઉંનો જથ્થો સીઝ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવથી તાલુકાના બોગસ વેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે.

ખેડા સરદાર માર્કેટમાં આવેલ બે દુકાનોમાં ગુરુવારે ખેડા પુરવઠા મામલતદારની ટીમે દરોડા પાડ્યા હતા. માર્કેટમાં આવેલ બે દુકાનોમાં વહેપારીઓ દ્વારા છૂટક ગ્રાહકોને ઘઉં વેચવાનું કામ ચાલતું હતું. જેમાં ખેડા મામલતદાર અને પુરવઠા વિભાગની ટીમે દુકાન ઉપર એકા એક રેડ કરતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. આ અંગે સ્ટોક રજીસ્ટર પત્રક અને બિલ માંગવામાં આવતા વેપારી પાસે ઘઉંના બિલો ન હોવાથી ઘઉં શંકાસ્પદ જણાતા અધિકારીઓ દ્વારા ઘઉં નો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો.

આ કાર્યવાહીમાં ફિરોઝભાઈ અબ્દુલભાઇ વ્હોરાની દુકાનમાંથી 3 હજાર કિલો ઘઉંના કુલ 60 કટ્ટા કિ રૂ 66 હજાર રૂપિયા અને બાજુમાં આવેલ સમીરભાઈ અનવરભાઈ વ્હોરાની દુકાનમાંથી અંદાજીત 8,800ની કિંમતના 400 કિલો ઘઉં નો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો આમ કુલ મળી રૂ. 74,800ની કિંમતના 3,400 કિલો ઘઉંનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.

મામલતાદાર ટીમે તપાસ કરતા મામલો ખૂલ્યો
ખેડામાં આવેલ બે દુકાનોમાં તપાસ હાથ ધરતા આ ઘઉં ક્યાંથી લાવવામાં આવતા હતા કેટલાક સમયથી આ વેચાણ કરી રહ્યા હતા. ઘઉં સરકારી ડેપોના છે કે કેમ તે અંગે તપાસ કરતા મામલો બહાર આવ્યો હતો.

સીઝ કરાયેલ ઘઉંના જથ્થાની તપાસ થશે
આ અંગે ખેડા મામલતદાર સંપર્ક કરતા તેમણે જણાવ્યુ હતુ કે ગુરૂવારના રોજ શહેરમાં પકડાયેલો જથ્થો સીઝ કરાયો છે. આ ઘઉં કેવી રીતે લાવ્યા ક્યાંથી લાવ્યા તે અંગેની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે. જરૂર પડે તો જિલ્લાની ટીમ પણ જોડવામાં આવશે. - અગરસિંહ ચૌહાણ, મામલતદાર,ખેડા

અન્ય સમાચારો પણ છે...