પિતા-પુત્ર ઉપર હુમલો:માતરના હાંડેવા ગામે અગાઉ થયેલી બોલાચાલીની અદાવત રાખી 10 શખ્સોએ પિતા-પુત્ર પર હુમલો કર્યો

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લીંબાસી પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

માતર પંથકના હાડેવા ગામે અગાઉ થયેલી બોલાચાલી તેમજ પોલીસ સ્ટેશનમાં અરજી આપવા બાબતે ભરવાડ અને પટેલ જ્ઞાતિ વચ્ચે તકરાર થઇ હતી આ બાબતની રીસ રાખી ગતરોજ 10 લોકોએ પિતા-પુત્ર ઉપર હુમલો કરી માર માર્યા છે. આ બનાવ સંદર્ભે લીંબાસી પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

માતર તાલુકાના હાડેવા ગામે રહેતા મહેશભાઈ રમણભાઈ પટેલ ગત રોજ બપોરે પોતાના દીકરા વિશાલ સાથે ગામની સીમમા તળાવ નજીક આવેલ પોતાના ખેતરમાં હતા. આ સમયે સામેની બાજુ આવેલ ખેતરમાંથી ભાણા હનુમાનભાઈ ભરવાડ લાકડી લઇ મહેશભાઈ પાસે આવ્યા હતા અને જણાવ્યું હતું કે, અગાઉ ઢોર ચારવા બાબતે મારી સાથે કેમ બોલાચાલી કરેલી ઉપરાંત આ બાબતે અમારા વિરુદ્ધ કેમ અરજી આપેલી હતી. જે બાબતની રીસ રાખી મહેશભાઈ તથા તેમના દીકરા વિશાલને ગમે તેમ બોલી અપશબ્દો બોલવા લાગ્યા હતા.

મહેશભાઈએ અપશબ્દો બોલવાની ના પાડતા અને વાત શાંતિથી કરવા જણાવતાં તેઓનું ઉપરાણુ લઇ આવી અન્ય લોકોએ લાકડી તથા અન્ય હથિયારો સાથે મહેશભાઈ તથા તેમના દીકરા વિશાલને ગંભીર રીતે માર માર્યો હતો. જેથી ઘવાયેલા મહેશભાઈ આ બનાવ સંદર્ભે લીંબાસી પોલીસ મથકે ભાણા ભરવાડ સહિત 10 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં ભાણા ભરવાડ, રાધુ ગંધુભાઇ ભરવાડ, હાજા કલાભાઈ ભરવાડ, રણછોડ ગંધુભાઈ ભરવાડ, મોતી હરિભાઈ ભરવાડ, કાળુ કનુભાઈ ભરવાડ, જગા હરિભાઈ ભરવાડ, મનુ આજાભાઈ ભરવાડ, નારણ ભલાભાઇ ભરવાડ અને અમરા કાલાભાઈ ભરવાડ (તમામ રહે. હાડેવા, તા.માતર)નો સમાવેશ થાય છે. પોલીસે આઈપીસી 143, 147, 148, 149, 323, 504, 506(2), 42 મુજબ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...