મહેમદાવાદ શહેરમાં સાંજના સમયે માતેલા સાંઢ બનેલા ટ્રક ચાલકે રીક્ષા, બાઈક અને આઇસરને ટક્કર મારી ખેડા બ્રિજ તરફ ભાગ્યો હતો. સમગ્ર ઘટનામાં ટ્રક ચાલકે લાઈટ ના થાંભલા પણ પાડી દીધા હતા. ખેડા શહેરમાં ટેકરીયા વિસ્તારથી વિરોલ દરવાજા તરફ આ ટ્રક ચાલક પસાર થઈ રહ્યો હતો ત્યારે તેણે 10 જેટલા લાઈટના થાંભલા ને ટક્કર મારતા પબ્લિક તેની પાછળ દોડી હતી. પબ્લિક નો અવાજ સાંભળી ગભરાયેલા ટ્રક ચાલકે ટ્રક વધુ સ્પીડમાં દોડાવતા રસ્તામાં બાઈક અને રીક્ષા ને પણ અડફેટે લીધી હતી.
ટ્રક ચાલક બેફામ બન્યો હોય પોલીસે ખેડા બ્રિજ પાસે આઇશર આડી કરાવી રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ ટ્રક ચાલાકે આઇસર ને પણ ટક્કર મારતા ટ્રક ત્યાં જ ઉભો થઈ ગયો હતો. જે ઘટનામાં ટ્રક ચાલકને ગંભીર ઈજા થઈ હતી. ઘટનાને લઇ સ્થળ પર પહોંચેલી પોલીસે ટ્રક ચાલકની અટક કરી કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાથમિક સારવાર બાદ ચાલકને અમદાવાદ ખસેડાયો
ઘટનામાં ડ્રાઇવરને ઈ જા પહોંચી છે જેથી તેને મહેમદાવાદ પોલીસ સ્ટેશન એ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. પરંતુ ડોક્ટરે અમદાવાદ રીફર કરતા તેને સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. જ્યાં જરૂરી ટેસ્ટ અને સારવાર પણ કરાવવામાં આવશે. > એચ વી. સિસારા, પીઆઇ, મહેમદાવાદ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.