UPના CM મહેમદાવાદમાં:યોગી આદિત્યનાથે કહ્યું- 'વડાપ્રધાન મોદીએ ભારતને ગૌરવ અપાવ્યું છે, ગુજરાત મહાત્મા ગાંધીજી અને સરદાર પટેલની ભૂમિ છે'

નડિયાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહેમદાવાદ વિધાનસભાના ભાજપના ઉમેદવાર અર્જુનસિંહ ચૌહાણના ચૂંટણી પ્રચારાર્થે આજે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આવ્યા હતા. તેમણે જણાવ્યું હતુ કે, ગુજરાતની ભૂમિ વીરસપૂતોની ભૂમિ છે. ગુજરાતને બ્રીટીશ હકુમતને દેશમાંથી હાકી કાઢનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી તથા લાખંડી પુરુષ સરદાર પટેલ પણ આપ્યા છે. આ જોડીએ ગુજરાતને વિશ્વમાં ગૌરવ અપાવ્યુ છે. હાલમાં વૈશ્વિક નેતૃત્વમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ભાજપને ભારે ગૌરવ અપાવ્યુ છે. વિશ્વની પાંચ મહાશકિતઓમાં ભારતનો સમસાવેશ થયો છે. આગામી વર્ષોમાં વિશ્વના વીસ મોટા દેશોનું નેતૃત્વ પણ ભારતના વડાપ્રધાન કરશે તે વાત સુનિશ્ચિત બની છે. અરે... ગોકુળ વૃદાવન અને મથુરામાં કનૈયાના નામે ઓળખાતા યોગેશ્વર ભગવાન કૃષ્ણને દ્રારકાધિશ બનાવનાર ગુજરાતની પ્રજા છે.

યુ.પીમાં 403માંથી માત્ર બે જ બેઠકો પર કોગ્રેસનો વિજયી થયો
યોગી આદિત્યનાથે વધુમાં જણાવ્યું કે, કોરોનાકાળમાં સમગ્ર વિશ્વ હલબલી ગયુ ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અને ગુજરાતની સરકારે આગોતરૂ આયોજન કરીને મફત રસીકરણની સાથે સાથે મફત રાશન પણ આપીને આ કોરોનાનો સંગ્રામ જીતવામાં ભારે સફળતા પ્રાપ્ત કરી છે વડાપ્રધાનને. આભારી છે હાલમાં વિધાનસભાની ચૂંટણીઓનો શંખ ફુકાઇ ગયો છે ત્યારે ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીની યાદ અપાવીને યોગીજીએ જણાવ્યુ હતુ કે, યુ.પી વિધાનસભામાં 403 બેઠકોમાંથી માત્ર બે જ બેઠકો પર કોગ્રેસના ઉમેદવારો વિજયી બન્યા હતા. તેમ ગુજરાતમાં પણ કોંગ્રેસના સૂપડાસાફ કરી નાખવા અપીલ કરી હતી.

ધારાસભ્યો સહિત જિલ્લા અને તાલકાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા
આ પ્રસંગે કેન્દ્રિયમંત્રી દેવસિહ ચૌહાણે સ્વાગત પ્રવચન અને ઉમેદવાર અને કેબિનેટમંત્રી અર્જુનસિંહ ચૌહાણ પ્રાંસંગીક પ્રવચન કર્યુ હતું. આ સમારંભમાં જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઇ પટેલ, પ્રદેશમંત્રી જહાન્વીબેન વ્યાસ અને પૂર્વ ધારાસભ્ય ગૌતમભાઇ ચૌહાણ સહીત જીલ્લા અને તાલકાના પદાધિકારીઓ ઉપસ્થિત રહયા હતા. ભારે માનવમેદની એ ભાજપના ઉમેદવારને જીતાડવા વંદે માતરમના ગગનભેદી નાદ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...