ઉજવણી:નડિયાદમાં મૈત્રી સંસ્થા દ્વારા વર્લ્ડ ફિઝિયોથેરાપી ડેની ઉજવણી કરાઇ

નડિયાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

નડિયાદમાં મંદબુદ્ધિ સંસ્થા એવી મૈત્રી સંસ્થા ખાતે તાજેતરમાં વર્લ્ડ ફિઝિયોથેરાપી ડેની ઉજવણી કરવામાં આવી હતી. જેમા આ દિવસનુ શુ મહત્વ છે તે સમજાવવામાં આવ્યું હતું.

થેરાપી દૈનિક ક્રિયાનો એક ભાગ છે
નડિયાદની મૈત્રી સંસ્થામાં વર્લ્ડ ફિઝિયોથેરાપી ડેનું સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. જેમાં કે.પી.પટેલ ઇન્સ્ટિટયૂટ ઓફ ફિઝિયો એન્ડ ઓકયુકેશનલ થેરાપીના સ્ટુડન્ટ દ્વારા સંસ્થાના દિવ્યાંગ બાળકોને વિવિધ થેરાપી કરાવી અને તેની જરૂરિયાત વિશે માહિતગાર કર્યા હતા. મૈત્રી સંસ્થાના ડાયરેક્ટર મેહુલભાઈએ વર્લ્ડ ફિઝીયોથેરાપી ડેનુ મહત્વ સમજાવ્યું હતું અને આ બાળકો માટે થેરાપી દૈનિક ક્રિયાનો એક ભાગ છે તેમ જણાવ્યું હતું અને સમાજમાં જનજાગૃતિ આવે તે માટે પ્રયત્નો કરવા હાકલ કરી છે. ઉલ્લેખનીય છે કે મૈત્રી સંસ્થામાં દિવ્યાંગ બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે માટેની તમામ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...