સાવચેત:નટરાજ પેન્સિલ પેકિંગમાં ઘરે બેસી કામ કરો પોસ્ટ ફ્રોડ

નડિયાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા પોલીસ વડાની જનતાને અપીલ

ખેડા જિલ્લામાં ફરી એકવાર ફ્રોડ પોસ્ટ થકી સ્થાનિક નાગરિકોને નોકરીના નામે ઠગાઈ કરવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ પોસ્ટની સાયબર સેલે તપાસ કરતા પોસ્ટ ફ્રોડ હોવાનું બહાર આવતા જિલ્લાના નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે.

તાજેતરમાં ડિજિટલ માસ્ટર કંપની દ્વારા ડેટા એન્ટ્રીના નામે સ્થાનિક નાગરિકોના કરોડો રૂપિયા ચાંઉ કરી લીધા છે. આવી ઘટના ફરીવાર ન બને તે માટે સાયબર સેલના ધ્યાને સોશિયલ મિડીયામાં નડિયાદ બજાર નામના ફેસબુક ગ્રુપમાં અલગ અલગ નામના નામથી લોકો સાથે છેતરપિંડી થઈ રહી હોવાનું ધ્યાને આવ્યું છે. જેમાં સોશિયલ મિડિયામાં એકાઉન્ટમાં નટરાજ પેન્સિલ પેકિંગ જોબ વર્ક ફ્રોમ હોમ, સેલેરી રૂ 30 થી 1 લાખ, આ બાદ એક મોબાઇલ નંબર આપ્યો છે.

આ અંગે જિલ્લા સાયબર ક્રાઇમની ટીમે પડતાલ કરતા આ પોસ્ટ ખોટી હોવાનું જણાઇ આવ્યું હતું. વળી જિલ્લામાં બે જેટલા વ્યક્તિઓ આ પોસ્ટના માધ્યમથી સંપર્ક કરી પૈસા ગુમાવ્યા હોવાનો કિસ્સો બહાર આવ્યો હતો. આ બનાવની લઇ તાજેતરમાં જિલ્લા પોલીસ વડાના સોશિયલ પ્લેટફોર્મ પર પોસ્ટ મૂકી નાગરિકો સાથે છેતરપિંડી થઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...