હુકમ:ડાકોરમાં ચેક રિટર્ન કેસમાં મહિલાને 70 હજારનો દંડ

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દંડ ન ભરે તો છ માસની સાદી કેદ

ડાકોરમાં અર્બન નગરના ભગત જીનમાં રહેતા વ્હોરા રઝિયાબેન યાસિનભાઈએ ડાકોરની જ્યુડિશીયલ કોર્ટ ક્લમ-138ના ગુનામાં સજા ફટકારી છે. વહોરા રઝિયાબેન યાસિનભાઈ અને વ્હોરા યાસિનભાઈ અબ્દુલભાઇ વિરૂધ્ધ તા.17-09-2019ના રોજ ફરિયાદ શારદાબેન નીતીન ભાઈ રાઠોડ ચેકના પૈસા ન આપવા બાબત કોર્ટમાં કેસ કર્યો હતો.

કોર્ટે સમન્સ બજાવવા છતાં કોર્ટની અવગણના કરતા અને તેમજ કોર્ટમાં ગુન્હાનો ઇનકાર કરી રહ્યા હતા. તેથી તેની સામે કોર્ટ કાર્યવાહી આગળ ચાલતા તા ર જુલાઇના રોજ ડાકોર જ્યુડિશિયલ કોર્ટના જજ તેજ પ્રતાપસિંહ દ્વારા હુકમ કર્યો હતો. જેમાં કલમ 138 મુજબ ગુનો સાબિત થતા વળતર પેટે શારદાબેનને 60 હજાર ચૂકવી આપવા અને 10 હજાર દંડની રકમ સરકાર જમા કરાવવી આમ કુલ 70 હજારનો દંડ ચૂકવી આપવા હુકમ કર્યો છે.

જો દંડ ની રકમ ન ભરે તો છ માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે. આમ રઝિયા યાસીન વ્હોરા તેમજ તેના પતિ યાસિન અબ્દુલ વહોરાને ડાકોર જ્યુડિશિયલ કોર્ટ સજા ફટકારી છે.

અન્ય સમાચારો પણ છે...