દરોડો:કમળાના ગામડી વિસ્તારમાંથી વિદેશી દારૂ સાથે મહિલા ઝડપાઇ

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 25 હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી

ખેડા-નડિયાદ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં નીકળી હતી તે સમયે બાતમી મળી હતી કે કમળા ગામડી વિસ્તારમાં રહેતા અમૃતાબેન વાઘેલા બહારથી વિદેશી દારૂનો જથ્થો લાવી પોતાના રહેણાંક મકાનમાં સંતાડી રાખ્યો છે. જે અન્વયે પોલીસ ટીમે બાતમી આધારિત સ્થળે દરોડો પાડ્યો હતો. તે સમયે બાતમી આધારિત સ્થળે એક મહિલા ઘરના દાદર પાસે પ્લાસ્ટિકની કોથળીમાં પુઠ્ઠાના બોક્સ લઇને બેઠી હતી.

પોલીસ ટીમે શંકાના આધારે મહિલાને રાઉન્ડઅપ કરી તલાસી લેતા વિદેશી દારૂના ક્વાર્ટર મળી આવ્યા હતા. પોલીસ ટીમે વિદેશી દારૂના બોક્સ નંગ-5 માં 240 નંગ ક્વાર્ટર કિ રૂ 25,200 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ બનાવમાં ઝડપાયેલ અમૃતાબેન શૈલેષભાઈ વાઘેલાની પોલીસે પૂછપરછ કરતા આ વિદેશી દારૂ વાસુદેવભાઇ સામતભાઇ તળપદા રહે,ચલાલી શક્તિનગર પાસેથી લાવી હોવાનુ જણાવ્યુ હતુ.

આ બનાવ અંગે જિલ્લા ક્રાઇમ બ્રાન્ચની ટીમની ફરિયાદ આધારે નડિયાદ ગ્રામ્ય પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...