શાકભાજીનો મબલખ ઉતારો:શિયાળાની શરૂઆત થતાં શાકભાજીની આવકમાં વધારો, ભાવ અડધા થઇ ગયા

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 15 દિવસ બાદ કોથમીર, વટાણા અને લીલા લસણ થયા 50 ટકા સસ્તા

શિયાળાની ઋતુ જામતા શિયાળુ શાકભાજીનો મબલખ ઉતારો થવા લાગ્યો છે. જેને લઇ શાક માર્કેટમાં લીલાં શાકભાજીની આવકમાં અનેક ગણો વધારો થયો છે. ત્યારે લીલાશાકભાજીના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. મોંધવારીના માર વચ્ચે શાકભાજીના ભાવમાં 50 ટકા જેટલો ઘટાડો નોંધાતા ગૃહિણીઓમાં આનંદની લાગણી વ્યાપી હતી.શિયાળા દરમ્યાન ખેડૂતો દ્વારા વિવિધ શિયાળુ શાકભાજીનું ભારે માત્રામાં વાવેતર કરવામાં આવે છે.

ત્યારે નડિયાદમાં શાકભાજીની આવક બજારોમાં શરૂ થતા ભાવમાં નોંધપાત્ર ધટાડો જોવા મળ્યો હતો. ઠંડી દરમ્યાન ખાવામાં આવતા લીલાંછમ શાકભાજીની સારી આવક થતા 50 ટકાનો ઘટાડો થયો હતો. ઉપરાંત લીલા શાકભાજીને લઇ ને થતા ફાયદાને કારણે ગૃહિણીઓ શાકની ખરીદી કરવા ઉમટી પડી હતી.

ખાસ કરીને સ્વાસ્થ્ય પ્રેમીઓ વિવિધ પ્રકારની ભાજી આરોગવાનું પસંદ કરતા હોય છે ત્યારે આ શિયાળા ટાણે મેથીની અને પાલકની ભાજીમાં રૂ.20નો ઘટાડો નોંધાયો હતો. ઠંડી ઋતુમાં રસોઇમાં ગૃહીણીઓનું પહેલું પસંદ લીલા લસણમાં રૂ.120નો ઘટાડો થયો હતો. લીલા શાકભાજીની આવક વધતા ભાવમાં હજી પણ ધટાડો થવાનું વેપારીઓએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...