છેતરપિંડી:કપડવંજના ડેન્ટિસ્ટ સાથે ‌‌રૂ. 1.25 લાખની ઇ ઠગાઇ

નડિયાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બેંકમાંથી બોલુ છુ કહી ઓટીપી મેળવી નાણા ઉપાડી લીધા

કપડવંજના ડેન્ટીસ્ટને કોલ કરી આઇસીઆઇસીઆઇ બેંકમાંથી બોલતો હોવાનું કહી ગઠિયાઅે એનીડેસ્ક એપ્લીકેશન ડાઉનલોડ કરાવી હતી. જેના થકી ઓટીપી મેળવી રૂ. 1. 25 લાખ ઉપાડી લીધા હતા. કપડવંજના ઘાંચીવાડામાં રહેતા ડો. ફરહાન શેખ કુબેરનગર ચોકડી ખાતે ડેન્ટલ ક્લિનિક ચલાવે છે.

આઇસીઆઇસીઆઇ બેંકમાંથી તેમણે લીધેલી લોનનો હપ્તો કપાયો ન હોવાથી ગુગલ પ્લે સ્ટોરમાંથી કસ્ટમર કેર નંબર મેળવી કૉલ કરતાં અજાણ્યા શખ્સે આઇસીઆઇસીઆઇ બેંકમાંથી બોલતો હોવાનું કહી હપ્તો ભરવા એનીડેસ્ક નામની એપ્લીકેશન ડાઉનલોડ કરાવી માહિતી ભરાવી હતી. દરમિયાન ફોનમાં બેંકના ઓટીપી આવ્યા બાદ એકાઉન્ટમાંથી પૈસા કપાયા હતા જેથી તેમણે એટીએમમાં જઇ રૂ. 25 હજાર ઉપાડી લીધા હતા. જોકે, ગઠિયાએ રૂ.1.25 લાખ પાંચ ટ્રાન્ઝેકશન થકી ઉપાડી લેતાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...