ફરિયાદ:આ મંદિરે કેમ આવ્યાં છો આ મંદિર અમારૂં છે કહીં સલુણ (ત)માં ઝઘડો

નડિયાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાળો બોલવાની ના પાડતાં જાનથી મારી નાખવાની ધમકી

નડિયાદના સલુણમાં મંદિરે બેસવા અંગે ઝઘડો થયો હતો.આ બનાવમાં બોલાચાલી ઉગ્ર બનતા મારામારીમાં પરિણમી હતી. આ બનાવ અંગે સ્થાનિક પોલીસે સામસામી ફરિયાદ લઇ 8 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.

નડિયાદના સલુણમાં રહેતા જનકભાઇ પરિવાર સાથે રહે છે.તા.25 જુલાઇના રોજ ઘરની નજીક આવેલ ભાથીજી મંદિરે રાતના સમયે બેસી ભાવિ પત્ની સાથે મોબાઇલમાં વાત કરતા હતા.તે સમયે નજીકમાં રહેતા વિજયભાઇ આવી કહેલ કે આ મંદિર અમારૂ છે અને અત્યારે કેમ અહીંયા બેઠો છે તેમ કહી ગમે તેમ ગાળો બોલવા લાગ્યા હતા.

જેથી ગાળો બોલવાની ના પાડતા વિજયભાઇ એકદમ ઉશ્કેરાઈ જઇ ગડદાપાટુનો મારમારવા લાગ્યા હતા. જેથી બૂમાબૂમ કરતા તેમના પિતા,માતા અને મામા આવતા મારમારી થઈ હતી. એટલાથી ન અટકતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જનકભાઇ જીવણભાઇ દરબારની ફરિયાદ આધારે ચાર વ્યક્તિઓ વિરુદ્ધ જ્યારે સામાપક્ષે વિજયસિંહની ફરિયાદ આધારે નડિયાદ ગ્રામ્ય પોલીસે 4 વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.

અન્ય સમાચારો પણ છે...