જાનથી મારી નાખવાની ધમકી:દૂધ મંડળીની ચૂંટણીમાં અમારી સામે કેમ ફોર્મ ભરાવો કહીં ઝઘડો

નડિયાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાળો બોલી મારઝૂડ કરતાં 4 વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી

કઠલાલના લાડવેલ લુણીવાળા ફળિયામાં સુરજબેન પરમાર પરિવાર સાથે રહે છે. તા.3 જૂનના રોજ સાંજના સુમારે તેઓ તેમના ખેતરમાં કેરી સાચવવા માટે ગયા હતા.તે સમયે ગામના રાયસીંગભાઈ ઉભા હતા, તે સુરજબેનને જોઇ ગાળો બોલી કહેલ કે તમે પહેલા સરપંચની ચૂંટણીમાં પણ અમારી સામે ફોર્મ ભરાવ્યુ અને હાલ દુધ મંડળી સભ્યની ચૂંટણી હોય તે ચૂંટણીમાં પણ તમે અમારી સામે કેમ સભ્ય ફોર્મ ભરાવો છો, તેમ કહી બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો.

જેથી બૂમાબૂમ થતા રાયસીંગભાઇનુ ઉપરાણુ લઇ તેમનો ભત્રીજો મેલાભાઇ, દરબારભાઈ આવી ગમે તેમ ગાળો બોલવા લાગ્યા હતા. વળી રાતના સમયે સુરજબેન ઘરે ત્રણેય વ્યક્તિઓ આવી ગાળો બોલી ગડદાપાટુનો મારમાર્યો હતો.તે સમયે રાયસીંગભાઇએ નજીકમાં પડેલ ઇંટનો ટુકડો લઇ સુરજબેનને શરીરે માર્યો હતો. એટલાથી ન અટકતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ બનાવ અંગે સુરજબેન શનાભાઇ પરમારે કઠલાલ પોલીસ મથકે રાયસીંગભાઈ ચંદાભાઇ પરમાર, મેલાભાઇ રતનભાઈ પરમાર અને દરબારભાઇ શનાભાઇ પરમાર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. જ્યારે કઠલાલ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...