હુમલો:રવાલિયા ગામે તારો ભાઇ અમારા ઝઘડામાં વચ્ચે કેમ પડે છે કહીં માર્યો

નડિયાદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિક પોલીસે સામસામી ફરિયાદો લઇ 7 સામે ગુનો નોંધ્યો

ઠાસરા તાલુકાના રવાલીયા વચલા ફળિયામાં રહેતા રાજેશભાઇ ચાવડા સોમવારની રાતે જમી મસાલો ખાવા માટે ગયા હતા.તે સમયે ગામના દશરથભાઇ પણ ત્યા આવ્યા હતા અને રાજેશભાઇને કહેલ કે તા.4 મે ના રોજ ગામમાં મેહુલભાઈના લગ્નનો વરઘોડો હતો અને તેમાં તારો ભાઇ અમારા ઝઘડામાં પડી ગાળો બોલી ગયો હતો.જેથી તુ પણ સીધો રહેજે અને તેને કહી દેજે તેમ કહી ગાળો બોલવા લાગ્યા હતા. જેથી ગાળો બોલવાની ના પાડતા એકદમ ઉશ્કેરાઈ જઇ મારમારવા સામે થઇ ગયા હતા. વળી તેમનુ ઉપરાણું લઇ રામાભાઇ આવી મારમારવા લાગ્યા હતા.જેથી વધારે બોલાચાલી થતા મંગળભાઇ અને ભલાભાઇ દોડી આવી માર મારવા લાગ્યા હતા. તે સમયે દશરથભાઇ નજીકમાંથી લાકડાનો ડંડો લઈ આવી રાજેશભાઈને માથામાં માર્યો હતો. તે સમયે પરેશભાઇ આવી વધુ મારમાંથી છોડાવ્યા હતા. એટલાથી ન અટકતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ બનાવ અંગે રાજેશભાઇએ ઠાસરા પોલીસ મથકે દશરથભાઇ છગનભાઇ ચાવડા, રામાભાઇ દિપાભાઇ ચાવડા, મંગળભાઇ ચતુરભાઇ ચાવડા અને ભલાભાઇ ચતુરભાઇ ચાવડા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. જ્યારે સામાપક્ષે મંગળભાઇ ચતુરભાઇ ચાવડાએ ખુમાનભાઇ ઇશ્વરભાઇ ચાવડા, રાજેશભાઇ ભુપતભાઇ ચાવડા અને અર્જુનભાઈ ભુપતભાઇ ચાવડા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...