વિવાદ:ખેડામાં આ રસ્તેથી કેમ આવ જા કરે તેમ કહી માર માર્યો

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જાનથી મારી નાખવાની ધમકી આપતા 4 સામે ફરિયાદ

ખેડાના ચાંદણા રબારી વાસમાં રહેતા નારણભાઇ રબારીના કાકા રઇજીભાઇ રબારી દ્વારા તેમના જ ગામના નાસીરખાન પઠાણને મકાન વેચાણ કરાર કરવામાં આવ્યો હતો. નારણભાઇને આ વાતની જાણ થતા તેઓએ રબારીવાસમાં મુસ્લિમ થી મકાન કેમ રાખેલ છે તેમ કહેતા લખાણ અને પૈસા નાસીરખાન દ્વારા પરત કરવામાં આવ્યા હતા.

તા.2 સપ્ટેમ્બરના ચાર વાગ્યાની આસપાસ નારણભાઇ નાસીરખાનના ઘર નજીકથી આવેલ રસ્તા પરથી પસાર થતા હતા. તે દરમિયાન નાસીરખાને રસ્તેથી પસાર થવાની મનાઈ કરતા નારણભાઇ દ્વારા આ રસ્તો સરકારી છે તેમ કહેતા એકદમ ઉશ્કેરાઈ જઇ નાસીરખાન ગાળો બોલવા લાગ્યો હતો. તથા પાસેથી ઇબાદખાન પઠાણએ નારણભાઇ ગડદાપાટુનો માર માર્યો હતો.

અને રીયાજખાન પઠાણ અને શોકતખા પઠાણ પણ આવી ને ગાળો બોલવા લાગ્યા હતા. બુમાબુમ થતા નજીકમાંથી દશરશભાઇ, હરજીભાઇ અને જેરામભાઇ નારણભાઇને બચાવા આવી જતા તમામ સામેવાળાઓ દ્વારા ઘર પાસેથી પસાર થતા મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જે બાબતે ફરિયાદી નારણભાઇ દ્વારા આરોપી શોકતખા પઠાણ, નાસીરખાન પઠાણ, રીયાજખાન પઠાણ અને ઇબાદખાન પઠાણ સામે જાનથી મારી નાખવા બદલ પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...