ઝઘડો:તું કેમ આંબેથી કેરી લાવી તેમ કહી માંકવા કાંકરીયામાં ઝઘડો

નડિયાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મારમારી મારી નાખવાની ધમકી આપી

મહેમદાવાદના માકવા સાકરીયા વિસ્તારમાં રહેતા ગાયત્રીબેન ચૌહાણ પરિવાર સાથે રહે છે.તા.30 મે ના રોજ તેઓ તેમના ઘર આગળ આવેલ આંબા ઉપર કેરી લેવા તેમના બેન શોભનાબેન ગયા હતા. થોડા સમય બાદ તેમના સસરા ગબાભાઇએ આવીને કહે કે આ આંબો તારા બાપનો છે તે કેરીઓ લઈને આવી તેમ કહેતા ગાયત્રીબેન કહેલ કે મારા પિયરમાં જાઉ છુ તો થોડી કેરી લેતી જાઉ તેમ કહેતા ગમે તેમ ગાળો બોલી લાકડાંનો ડંડો માર્યો હતો. જેથી બૂમાબૂમ કરતા તેની બહેન શોભના આવી ગઇ હતી.

તે સમયે કાકા સસરાનો દિકરો મનીષ આવી ગમે તેમ ગાળો બોલી ગડદાપાટુનો મારમાર્યો હતો. સાસુ રજાબેન, સસરા અને મનીષભાઈ આવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે ગાયત્રીબેન ચૌહાણે મહેમદાવાદ પોલીસ મથકે ગબાભાઇ ચૌહાણ,મનીષભાઇ ચૌહાણ અને સાસુ રજાબેન ચૌહાણ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...