નડિયાદ તાલુકાના ચકલાસી તાબે આવેલ સુર્યનગર માં રહેતા BSF જવાનની હત્યાના બનાવને લઇ ચકચાર મચી હતી. વાઘેલા પરિવારની દીકરી સાથે પ્રેમ સંબંધ બાંધનાર વનીપુરાના યુવકે એકાંત પળોનો વીડિયો વાયરલ કર્યો હતો. જે ડિલીટ કરવા સમજાવવા ગયેલા યુવતીના પિતા અને BSF જવાનનું યુવકના પરિવારજનોએ માર મારી હત્યા કરી નાંખી હતી. સમગ્ર ઘટનામાં ઘવાયેલ BSF જવાનની પત્નીએ હોસ્પિટલ થી ઘરે આવ્યા બાદ મીડિયા સમક્ષ પોતાની આપવીતી જણાવી હતી, અને ન્યાયની માંગ કરી હતી.
મંજુલાબેને જણાવ્યું હતુ કે મેલાજી સાથેના લગ્ન જીવનમાં તેઓને દીકરી અને દીકરાનો જન્મ થયો હતો. તાજેતરમાં મેલાજી BSF માંથી 15 દિવસની રજા લઈને ઘરે આવ્યા હતા. તે સમયે દીકરા નવદીપે એક વિડિયો બતાવી કહ્યુ હતુ કે આ તમારી દીકરીના લખ્ખણ જુઓ. તેના પિતા એ જ્યારે વીડીયો જોય તો તે જોઈ ન શક્યા અને નર્વસ થઈને ઘરની બહાર જઈ બેસી ગયા. મે તેઓને કહ્યું કે પોલીસ કેસ કરો, પરંતુ તેઓએ કહ્યુ હતું કે પોલીસ કેસ કરવાથી વાત લાંબી થશે. હુ શૈલેષ ને સમજાવી વિડીયો ડિલીટ કરાવીસ.
તેમ કહેતા અમે શૈલેષના ઘરે ગયા હતા. પરંતુ શૈલેષ ઘરે ન હતો. જેથી અમે તેના પરિવારને કહ્યુ હતુ કે શૈલેષ આવે તો તેને સમજાવી વિડીયો ડિલીટ કરાવી દેજો. પરંતુ 20 થી 25 માણસો ત્યા આવી ગયા હતા. અને મારા પતિ ને માથાના ભાગે ઇજાઓ કરતા તેમનું મૃત્યુ થયું હતુ. તે લોકોએ મારા દીકરા નવદીપને અને મને પણ ખૂબ માર માર્યો હતો. મે મારા પતિ ના મોબાઈલ થી મારા ભત્રીજાને ફોન કરી બોલાવતા તેઓ 108 લઈને આવ્યા હતા, અને અમને હોસ્પિટલ ખસેડાયા હતા. કહેવાય છેકે દીકરી તો પિતાનો તાજ હોય છે. સરકાર પાસે અમારી માંગ છેકે અમારે હવે બસ ન્યાય જોઈએ છે. જેથી મારા પતિ ની આત્માને શાંતિ મળે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.