આયોજન:નડિયાદના ડાહીલક્ષ્મી પુસ્તકાલય ખાતે આવતીકાલે જાણિતા લેખક ધ્રુવ ભટ્ટનું નિઃશુલ્ક વ્યાખ્યાન યોજાશે

નડિયાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોકોની વચ્ચે જઇને કેવી રીતે માનવતાના કપરા કામો કરી રહ્યા છે તે વિશે રસપ્રદ વિગતો જણાવશે

ગુજરાતના ખૂબ જાણિતા લેખક અને જેમની નવલકથાઓ પરથી ગુજરાતી ફિલ્મોએ ધૂમ મચાવી છે તેવા ધ્રુવ ભટ્ટનું નડિયાદમાં અનોખું વ્યાખ્યાન યોજાનાર છે. પોતાના રઝળપટ્ટીના અનુભવો ઉપરાંત તેઓ લોકોની વચ્ચે જઇને કેવી રીતે માનવતાના કપરા કામો કરી રહ્યા છે તે વિશે રસપ્રદ વિગતો જણાવશે.

નડિયાદના સવાસો વર્ષ જૂના ડાહીલક્ષ્મી પુસ્તકાલય ખાતે છેલ્લાં તેર વર્ષથી ગ્રંથનો પંથ શ્રેણી દર મહિનાના પહેલા રવિવારે નિઃશુલ્ક યોજાઇ રહી છે. ગુજરાતી સાહિત્યમાં જુદી જ ભાતની કૃતિઓનું સર્જન કરી અનોખી ઓળખ ઉભી કરનાર લેખક ધ્રુવ ભટ્ટ આ શ્રેણીમાં વ્યાખ્યાન આપવા નડિયાદ પધારશે.

1980માં પોતાની પ્રથમ કિશોરકથા ‘ખોવાયેલું નગર’ આપનાર ધ્રુવભટ્ટે 1988માં પ્રથમ નવલકથા ‘અગ્નિકન્યા' આપી. આ નવલકથા મહાભારત પર આધારિત છે. પરંતુ ‘ સમુદ્રાન્તિકે’ અને ‘તત્વમસિથી તેઓ આગવા સાહિત્યકાર તરીકે પ્રસ્થાપિત થયેલા છે. 75 વર્ષિય ધ્રુવ ભટ્ટે છેલ્લે 2018માં ‘ન ઈતિ’ નવલકથા આપી. જેમાં કોરોનાની મહામારી પૂર્વેના સમયમાં પણ લેખકે કલ્પના કરીને નવી જાતની વિજ્ઞાનકથા લખી છે. તેના વિશે તેઓ આગામી રવિવારે એટલે કે 5 જુનના રોજ ડાહીલક્ષ્મી પુસ્તકાલય ખાતે યોજાનાર ગ્રંથનો પંથ શ્રેણીમાં વાત ક૨શે.

આ નવલકથા એક સાયન્સ ફિક્શન છે. જેના દ્વારા તેમને પૃથ્વીના આદિમ વંશજને ઢંઢોળવાનો પ્રયત્ન કર્યો છે. આવતિકાલે સવારે 9:30 કલાકે નિઃશુલ્ક યોજાનાર આ વ્યાખ્યાન શ્રેણીમાં સાહિત્યરસિકોને હાજર રહેવા અપીલ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...