અવસર લોકશાહીનો:9થી 14 નવેમ્બર સુધી ખેડા જિલ્લાના વિધાનસભા મતવિસ્તારોમાં મતદાન જાગૃતિ સંદેશ ફેલાવાશે

નડિયાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિધાનસભા સામાન્ય ચૂંટણીમાં લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે ચૂંટણી પંચ દ્વારા "અવસર રથ" અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અન્વયે 9 નવેમ્બરથી શરૂ થયેલ આ "અવસર રથ" 14 નવેમ્બર સુધી ‘‘સ્વીપ’’(સીસ્ટમેટિક વોટર એજયુકેશનલ એન્ડ ઇલેકટોરલ પાર્ટીસિપેશન) પ્રોગ્રામ અન્વયે ખેડા જિલ્લાનાં દરેક વિધાનસભા મતવિસ્તારમાં ફરીને લોકોમાં મતદાન અંગે જાગૃતિ લાવવાના પ્રયાસો કરશે.

જિલ્લા સેવા સદનનાં તમામ અધિકારી અને કર્મચારીઓએ મતદાન અંગેની પ્રતિજ્ઞા લીધી
આજ રોજ "અવસર રથ"નું નડિયાદ કલેકટર કચેરી ખાતેથી ઢોલ-નગારા સાથે કલેકટર કે.એલ.બચાણી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ધર્મેન્દ્રસિંહ ચૌહાણે સ્વાગત કર્યું હતું. સાથોસાથ કલેકટર કે.એલ.બચાણી દ્વારા જિલ્લામાં મતદાન જાગૃતી માટે "અવસર રથ"ને લીલી ઝડી આપવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા સેવા સદનનાં તમામ અધિકારી અને કર્મચારીઓએ મતદાન અંગેની પ્રતિજ્ઞા લઈ અને અવસર રથના સેલ્ફી બુથ સાથે સેલ્ફી પડાવી હતી.

14 નવેમ્બરના રોજ કપડવંજ વિધાનસભા ક્ષેત્રમાં ફરશે
આ અવસર રથ ખેડા જિલ્લામાં 9 નવેમ્બરના રોજ 116- નડિયાદ વિધાનસભા ક્ષેત્રમાં મતદારોને મતદાન અંગેની જાગૃતિ માટે પરિભ્રમણ કરશે. 10 નવેમ્બરના રોજ 115- માતર વિધાનસભાના ક્ષેત્રમાં, 11 નવેમ્બરના રોજ 117- મહેમદાવાદ વિધાનસભા ક્ષેત્રમાં , 12 નવેમ્બરના રોજ 118- મહુધા વિધાનસભા ક્ષેત્રમાં, 13 નવેમ્બરના રોજ ઠાસરા વિધાનસભા ક્ષેત્રમાં અને 14 નવેમ્બરના રોજ કપડવંજ વિધાનસભા ક્ષેત્રમાં એમ કુલ 6 દિવસ "અવસર રથ" ખેડા જિલ્લાના વિધાનસભા ક્ષેત્રોમાં ફરીને મતદાન અંગે લોકોને જાગૃત કરશે.

ઓછા મતદાન ક્ષેત્રોમાં આ રથને ફેરવવામા આવશે
લોકશાહીના આ અવસરે સમાજનાં દરેક વર્ગનાં લોકો, સ્થળાંતરિત મતદારો તથા વંચિત મતદારોની સામેલગીરીથી મહત્તમ મતદાન થાય તથા વધુને વધુ લોકો મતદાન પરત્વે જાગૃત બને તે હેતુસર અવસર રથ દ્વારા સવારથી સાંજ સુધી જુદા જુદા વિસ્તારોમાં ફરીને લોકોને મતદાન કરવા અંગે જાગૃત કરી જાણકારી આપવામાં આવી રહી છે. ખાસ કરીને જાગૃતિ ભર્યા પેમફ્લેટના વિતરણ સાથે ઓછું મતદાન થતાં હોય તેવા વિસ્તારોમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે ખાસ પ્રયાસો ‘‘સ્વીપ’’ દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...