મતદાન:તાલુકા મથકોએ મતદાન વ્યવસ્થા કરાશે

નડિયાદ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાલુકા મથકોએ મતદાન વ્યવસ્થા કરાશે

આગામી વિધાનસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય અને કોઈ પણ મતદાર પોતાની પવિત્ર ફરજ માંથી બાકી ન રહી જાય તે માટે ચૂંટણી પંચ દ્વારા કાર્યવાહી થઈ રહી છે. ખેડા જિલ્લામાં ચૂંટણી દરમિયાન ફરજ બજાવનાર પોલીસ કર્મીઓ પોતાનું મતદાન કરી શકે તે માટે પોસ્ટલ બેલેટથી મતદાનની વ્યવસ્થા કરવામાં આવી છે.

જે માટે કુલ 3255 મતદારોની નોંધણી કરવામાં આવી છે. પોસ્ટલ બેલેટથી મતદાન માટે નોંધાયેલા પોલીસકર્મીઓમાં 814 પોલીસ, 1191 હોમગાર્ડ, 1250 જીઆરડીના જવાનો મળી કુલ 3255 પોલીસ કર્મીઓનો સમાવેશ થાય છે. મહુધા બેઠક પર સૌથી વધુ 681 પોલીસ કર્મીઓ નોંધાયા છે.

જેમાં 133 પોલીસ, 289 હોમગાર્ડ અને 259 જીઆરડી જવાનો છે. જ્યારે સૌથી ઓછા 291 પોલીસ કર્મી નડિયાદ બેઠક પર નોંધાયા છે. જેમાં 118 પોલીસ, 139 હોમગાર્ડ અને 34 જીઆરડીના જવાનો નો સમાવેશ થાય છે. આમ આગામી વિધાનસભા ચૂંટણી માટે ફરજ માં રોકાયેલા તમામ પોલીસ કર્મીઓ પોતાનો કિમતી મતનો ઉપયોગ કરી શકે તે માટે તંત્ર દ્વારા તૈયારીઓ કરી દેવાઈ છે. પોસ્ટલ મતદાન માટે મતદાનના એક સપ્તાહ પહેલા દરેક તાલુકા મથકે સરકારી કર્મચારીઓ માટે વ્યવસ્થા કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...