ખેડા જિલ્લામાં ગામડાઓના વિકાસની વાતો વચ્ચે મહેમદાવાદના અરેરી તાબેના લલ્લુપુરા વિસ્તારમાં પાકા રસ્તાનો અભાવ જોવા મળી રહ્યો છે. અહીયા પરા વિસ્તારથી ગામને જોડતા રસ્તાઓ ક્યાંક જર્જરિત હાલતમાં તો ક્યાંક કાદવ કિચ્ચડવારા રસ્તાઓ જોવા મળી રહ્યા છે. જેથી લોકોને ભારે હાલાકી થઈ રહી છે. વિસ્તારમાં પાયાની સુવિધાઓનો અભાવ જોવા મળતા ગ્રામજનોમા રોષ જોવા મળી રહ્યો છે. કાદવ કિચ્ચડથી ખદબદતા રસ્તામાં અંતિમયાત્રા કાઢવા ગ્રામજનો મજબૂર બન્યા હતા.
લલ્લુપુરામાં જવાનો રસ્તો કાદવ કીચડથી ખદબદતા હાલાકી
મહેમદાવાદના અરેરી તાબેના લલ્લુપુરા વિસ્તારમાં પાકા રસ્તાના અભાવથી ભારે હાલાકી જોવા મળી રહી છે. હાલ ચોમાસામાં આ રસ્તો કાદવ કિચ્ચડથી ખદબદતા સ્થાનિકોને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. મહુધા રોડ પર આવેલા અરેરી રામદેવ હોટલ પાસેથી સિમ વિસ્તાર લલ્લુપુરામાં જવાનો રસ્તો છેલ્લા કેટલાય વર્ષોથી ચોમાસા દરમિયાન કાદવ કિચ્ચડ વાંળો થતા અવર-જવર કરતા લોકોને તકલીફ થાય છે. લલ્લુપુરાના લોકોને અવર-જવર માટે ચોમાસા દરમિયાન હાલાકી વેઠવી પડે છે.
યુધ્ધના ધોરણે પાકો રસ્તો બને તેવી માગ
આ રસ્તાના અભાવથી આ વિસ્તારમાં સ્કૂલે જતા આવતા વિદ્યાર્થીઓને તેમજ મોટી ઉંમરના વ્યક્તિઓને ન છૂટકે કાદવ કિચ્ચડમાં થઈને પસાર થવુ પડે છે. જેને લઈને સ્થાનિક વિસ્તારમાં રહેતા લોકોને હાલાકી વેઠવી પડી રહી છે. તેમજ અંતિમયાત્રા જેવા કાર્યોમાં પણ તો વળી અહીયા રહેતા સ્થાનિકોને બીમારી વખતે પણ આવી પરિસ્થિતિમાંથી ઝઝુમી નજીક આવેલા ગામમાં સારવાર માટે જવુ આવવુ પડે છે. યુધ્ધના ધોરણે અહીયા પાકો રસ્તો બને તેવી માંગ સ્થાનિકોએ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.