ગામના વિકાસ માટે ગ્રામસભા:ખેડા જિલ્લાના ગામોના વિકાસ કાર્યોને પ્રાથમિકતા મળશે, 7થી 20 જૂન દરમિયાન 428 ગામોમાં ગ્રામસભા યોજાશે

નડિયાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહુધા તાલુકાના ઉંદરા ગામે તાલુકા પંચાયત સદસ્યની અધ્યક્ષતામાં ગ્રામસભા યોજાઈ
  • સદસ્યો-ગ્રામજનો દ્વારા ગામનો વિકાસ માટે કરવા પાત્ર કામોની રજૂઆત કરવામાં આવી

ગામના સર્વાંગી વિકાસમાં સૌનો સાથ સૌના વિકાસ સૂત્રને સાર્થક કરવા ગ્રામસભાઓનું આયોજન કરવામાં આવે છે. જેના અન્વયે 7 જૂનથી 20 જૂન દરમિયાન ખેડા જિલ્લાના 428 ગામો ખાતે ગ્રામ‌સભાનું આયોજન કરાયું છે. જેના પગલે મહુધા તાલુકાના ઉંદરા ગામે તાલુકા પંચાયત સદસ્ય જયસીંગભાઈ પરમારની અધ્યક્ષતામાં ગ્રામસભાનું આયોજન ગ્રામ પંચાયત કચેરી મુકામે આજે ગુરૂવારે બપોરે 12 કલાકે કરવામાં આવ્યું હતું.

ગ્રામસભાના અધ્યક્ષોની આગેવાનીમાં યોજાયેલી આ ગ્રામસભામાં ગામમાં થયેલા વિકાસના કામો, બાકી રહેલા કરવા પાત્ર કામો તેમજ ચાલુ કામોની પ્રગતિની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ગ્રામ પંચાયતના સદસ્યો અને ગ્રામજનો દ્વારા ગામનો વિકાસ માટે કરવા પાત્ર કામોની રજૂઆત કરવામાં આવી હતી. જેમાં જે કામો સ્થાનિક કક્ષાએથી થઈ શકે તે અંગે કામ કરવાનું તેમજ મોટા કામોની દરખાસ્ત કરી આગળ રજૂઆત કરવાનું ઠરાવવામાં આવ્યું હતું. આ ગ્રામસભામાં ડેપ્યુટી સરપંચ જગદીશભાઈ, તલાટી કમ મંત્રી એસ.એ.શેખ, ગ્રામ પંચાયતના સદસ્યો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે ખેડા જિલ્લામાં 7 જૂનથી 20 જૂન દરમિયાન જિલ્લાના 428 ગામો ખાતે ગ્રામ સભાનું આયોજન કરી ગામના વિકાસના કામોને પ્રાથમિકતા આપી સર્વાનુમતે કે બહુમતીથી કામો કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...