નડિયાદ શહેરના ફતેપુરા બાયપાસ જંક્શન પાસે CCTV કેમેરાની ગેન્ટ્રી સાથે કોઈ શખ્સે વાહન અથડાવતાં કેમેરા તથા કેબલને નુકસાન પહોંચ્યું છે. સમગ્ર મામલે નડિયાદ ટાઉન પોલીસમાં રૂપિયા 2.90 લાખના નુકસાન અંગે પબ્લિક પ્રોપટી ડેમેજ એક્ટ હેઠળ ગુનો નોધાયો છે.
વાહને એક્સપ્રેસ હાઇવે તરફ MGVCLનો પાવર કેબલ પણ તોડ્યો
ગતરોજ સાંજના સમયે શહેરમાં પાથરેલા નેત્રમ કંમાન્ડ કન્ટ્રોલ પૈકી ફતેપુરા બાયપાસ જંક્શન પાસે લગાવેલ સીસીટીવી કેમેરો એકાએક બંધ થઈ ગયો હતો. ફરજ પરના સત્તાધીશોએ સ્થળ પર આવી તપાસ કરતાં CCTV કેમેરાની ગેન્ટ્રી તથા બે ANPR કેમેરા, ફીક્સ કેમેરો, બે ફાઉન્ડેશન તેમજ નેટવર્ક, પાવર કેબલને કોઈ અજાણ્યા વાહને ટક્કર મારી નુકસાન પહોંચાડ્યુ હોવાની વિગતો સામે આવી હતી. આ ઉપરાંત આ વાહને આગળ 100 મીટરના અંતરે એક્સપ્રેસ હાઇવે તરફ MGVCLનો પાવર કેબલ પણ તોડ્યો હતો.
2 લાખ 90 હજાર 500ના નુકસાની અંગે ફરિયાદ
જેના કારણે કેમેરા બંધ થઈ ગયા હતા. સમગ્ર મામલે નડિયાદ ટાઉન પોલીસમા આર્મ લોકરક્ષક તરીકે ફરજ બજાવતા સંદિપ વડદરીયાએ અજાણ્યા વાહન ચાલકે સામે ફરિયાદ નોંધાવી છે અને 2 લાખ 90 હજાર 500ના નુકસાન થયું હોવાનું જણાવ્યું છે. પોલીસે પબ્લિક પ્રોપટી ડેમેજ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.